રાજકોટ : 100 યુનિટ સુધીના બીલો માફ કરવાની જાહેરાત બાદ મોટા બીલોથી ગ્રાહકોમાં ભૂકંપ

રાજકોટ શહેરમાં વીજ તંત્રએ મસમોટા બીલો ફટકારતા પ્રજામાં પ્રચંડ રોષ જોવા મળ્યો હતો. રાજકોટમાં વીજતંત્રના મીટર રીડરોએ મોટા ભગા વાળતા હજારો લોકોને રેગ્યુલર બીલને બદલે બેથી ત્રણ ગણા બીલ આવતા લોકોમાં ફાટી નીકળેલો પ્રચંડ રોષ. દરેક ગ્રાહક દ્વારા જીઇબીના સબ ડીવીઝન કચેરીમાં ભારે માથાકુટ. ચીફ ઇજનેરો અને રાજકોટ સર્કલના ઇજનેરશ્રીને કરાતી ફરિયાદો. પાંચ હજારથી માંડી ૧૫ હજાર સુધીના બીલો આપી દેવાયા હોય કોઇપણ ગ્રાહક બીલ ભરી શકે તેવી સ્થિતિ ન હોવાની રજૂઆતો. ૧૦૦ યુનિટ સુધીના બીલો માફ કરી દેવાની જાહેરાત બાદ આટલા મોટા બીલોથી ગ્રાહકોમાં ભૂકંપ. કાલે દરેક સબ ડીવીઝન ખાતે ગ્રાહકોની ફરિયાદો અંગે લાઇનો લાગવાની શકયતા સેવાઈ રહી છે.
રિપોર્ટર. દિલીપ પરમાર (રાજકોટ)