રાજપીપળા : બિરસા મુંડાની જન્મ જયંતીએ મીત ગ્રુપના પાંચ યુવાનોએ રક્તદાન કર્યું

- કોરોના સંકટમાં લોહીની જરૂરીયાત વખતે સૌથી વધુ વાર મીત ગ્રુપના યુવાન રક્તદાન કરનાર યુવાનો સાચા અર્થમાં કોરોના વોરિયર્સ બન્યા.
આજે આદિવાસીઓના ક્રાંતિકારી નેતા બિરસા મુંડા નેતાની જન્મ જયંતિને રાજપીપળામાં ગ્રુપના પાંચ આદિવાસી યુવાનોએ રક્તદાન કર્યું હતું. જેમાં રાજપીપળાના આદિવાસી યુવાનો મિત ગ્રુપના પ્રમુખ જીગ્નેશ વસાવા, અજય વસાવા, આકાશ વસાવા, આસુતોષ વસાવા અને આશિષ વસાવા આજે સ્વયંભૂ બ્લડ બેંક પર પહોંચી ગયા હતા. અને જાતે આ પાસે યુવાનોએ માસ્ક પહેરીને સોશિયલ ડિસ્ટન્સ સાથે વારાફરતી રક્તદાન કર્યું હતું.
આ પ્રસંગે રેડક્રોસ સોસાયટી બ્લડ બેંકના ચેરમેન તથા ડો.એન.બી.મહિડા તથા ડો.જે.એમ. જાદવે તેમને રક્તદાન કરી કોરોના ના સંકટમાં રક્તદાન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ચેરમેન મહિલાએ જણાવ્યું હતું કે છેલ્લા અઢી મહિનાના કોરોનાના કપરા સમયમાં ઇમર્જન્સીમાં જ્યારે પણ લોહીની જરૂરીયાત રહે,ત્યારે 25 થી 30 વાર મીત ગ્રુપના યુવાનોએ રક્તદાન કરેલ છે. સાચા અર્થમાં તેઓ કોરોના વોરિયર્સ હોવાનું જણાવી તેમની ઉમદા સેવાને બિરદાવી હતી.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા