સામાજીક-શૈક્ષણિક-આર્થિક રીતે પછાત લઘુમતી-વિચરતી વિમુક્ત જાતિઓના લાભાર્થીઓને સ્વરોજગારની સહાય

Spread the love

સાબરકાંઠા જિલ્લામાં નિયામકશ્રી વિકસતી જાતિ કલ્યાણની કચેરી, ગાંધીનગર દ્વારા માનવ ગરીમા યોજના હેઠળ રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી અને વિચરતી વિમુક્ત જાતિના લાભાર્થીઓને માનવ ગરીમા યોજના હેઠળ સાધનો ટુલ કીટ્સ પૂરી પાડી સ્વરોજગારી આપવાની યોજના અમલમાં છે. જેમાં જુદા જુદા વ્યવસાયો માટે નિયમોનુસાર સાધનો ટૂલ કિટ આપવામાં આવશે.

આ યોજના હેઠળ લાભ મેળવવામાટે અરજદાર (૧)મૂળ ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ (૨) અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં રૂ. ૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તારમાં રૂ. ૧.૫૦,૦૦૦થી વધુ હોવી જોઈએ નહીં (૩) વિચરતી વિમુક્ત જાતિ તેમજ સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી અતિ પછાત જાતિ માટે આવક મર્યાદાનું ધોરણ લાગુ પડશે નહીં (૪) અરજદારની ઉંમર જાહેરાતની તારીખે ૧૮ વર્ષથી ઓછી નહિ અને ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઈએ (૫)અરજદાર કે તેમના કુટુંબના સભ્યોએ ગુજરાત રાજ્યની અન્ય કોઇ એજન્સી સંસ્થામાંથી સહાય મેળવેલ હોવી જોઈએ નહીં (૬) અગાઉના વર્ષમાં આ ખાતા દ્વારા કે અન્ય ખાતા દ્વારા માનવ ગરીમા યોજના હેઠળ જે ઈસમોએ લાભ લીધેલ હોય તેઓએ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહીં.

આ યોજનાનો લાભ મેળવવા માટે www.esamajkalyan.gujarat.gov.in પર ઓનલાઇન કરી શકશે. અરજદારે જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખથી ૩૦ દિવસ સુધી સદરહું પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકશે. જરૂરી જણાય જિલ્લા નાયબ નિયામક( વિકસતી જાતિ)હિંમતનગરનો જિ. સાબરકાંઠાનો સંપર્ક કરવાનો રહેશે. ફક્ત ઓનલાઇન અરજી જ માન્ય ગણાવામાં આવશે. અધુરી અરજીઓ નામંજુર થવાપાત્ર થશે.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

Admin

Kuldip Bhatia

9909969099
Right Click Disabled!