હળવદમા સાંસદની હાજરીમાં ભાજપના બે જુથ વચ્ચે હોબાળો

હળવદમા સાંસદની હાજરીમાં ભાજપના બે જુથ વચ્ચે હોબાળો
Spread the love

હળવદના ધારાસભ્ય પરસોતમ સાબરીયા અને પૂર્વ ધારાસભ્ય જ્યંતી કવાડીયા જૂથના સમર્થકો આજે હળવદ સિવિલ હોસ્પિટલે સામસામે આવી જતા બન્ને જૂથ તરફથી શાબ્દિક પ્રહારો શરૂ થતા અને જાહેરમાં વાત વણસી જતા ઉપસ્થિત સાંસદ ક્ષોભજનક સ્થિતિમાં આવી ગયા હતા.

ભાજપ માટે શરમજનક સ્થિતિનું નિર્માણ કરતી આ ઘટનાની વધુ વિગત જોઈએ તો, હળવદ સિવિલ હોસ્પિટલ ખાતે આજે સાંસદ મહેન્દ્ર મુંઝપરા મુલાકાત માટે આવ્યા હતા. આ દરમ્યાન ધારાસભ્ય પરસોતમ સાબરીયા અને પૂર્વ રાજ્ય મંત્રી જ્યંતી કવાડીયાના સમર્થકો વચ્ચે શરૂ થયેલી જીભાજોડીએ વરવું રૂપ લીધું હતું અને જોતજોતામાં બન્ને જૂથ વચ્ચે ધડબડાટી બોલી જતા હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીઓ અને તેના સગાઓમાં નાસભાગ મચી ગઈ હતી.

હળવદ તાલુકામાં કોરોનાનો એક પોઝિટિવ કેસ સામે આવતા સુરેન્દ્રનગરના સાંસદ મુંઝપરા હળવદ હોસ્પિટલની આરોગ્ય વ્યવસ્થાના નિરીક્ષણ માટે આવ્યા હતા. આ દરમ્યાન પૂર્વ ધારાસભ્ય જ્યંતી કવાડીયા અને સીટિંગ ધારાસભ્ય પરસોતમ સાબરીયા જૂથના સમર્થકો પણ હોસ્પિટલ ખાતે ઉપસ્થિત હતા. કોઈ બાબતે ચણભણાટ થતા બન્ને જૂથના સમર્થકોમાં પ્રથમ શબ્દિક ઉશ્કેરાટ થતા બાદમાં સમર્થકોએ એકબીજા સાથે બથોબથ આવી જતા લોકોમાં નાસભાગ થઈ ગઈ હતી. આ ઘટનાક્ર્મથી સાંસદ પણ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. ભાજપની આબરૂના જાહેરમાં લીરા ઉડાડતી આ ઘટના લોકોમાં પણ ખાસી ચર્ચાસ્પદ બની હતી.

રિપોર્ટ : જગદીશ પરમાર (હળવદ)

Screenshot_2020-06-11-17-09-57-64.png

Admin

Jagdish Parmar

9909969099
Right Click Disabled!