પરીણિતાનો હળવદમાં ટ્રેન નીચે ઝંપલાવી આપધાત

હળવદમાં આજે ટ્રેન નીચે ઝંપલાવીને એક પરિણીતાએ આપઘાત કર્યો હતો જેથી તે મહિલાના શરીરના બે કટકા થઇ ગયા હતા અને તેની ડેડ બોડીને પીએમ માટે હોસ્પિટલે ખસેડી અને જ્યારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હળવદમાંથી આજે એક માલગાડી પસાર થઇ રહી હતી ત્યારે એક મહિલા વચ્ચે પડી હતી જેથી ટ્રેનની આડે પડનારી મહિલાનું શરીર જ કપાઇ ગયુ હતુ.
મૃતક મહિલાનું નામ રસીલાબેન શશિકાંતભાઇ સાબરીયા (૩૦) રહે, ભવાનીનગરનો ઢોરો વાળા હોવાનું પોલીસે જણાવ્યુ છે અને આ બનાવની જાણ કરવામાં આવતા પોલીસ અને ૧૦૮ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી વધુમાં પોલીસ પાસેથી મળી રહેલી માહિતી પ્રમાણે મૃતક મહિલાના લગ્ન એક વર્ષ પહેલા જ થયા હતાં જ્યારે સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટ : જગદીશ પરમાર (હળવદ)