ભાજપ મહિલા મોરચા નવસારી દ્વારા ખેરગામના કોરોના વૉરિયર્સનું સન્માન

ભારતીય જનતા પાર્ટી, મહિલા મોરચા- નવસારી જિલ્લાના પ્રમુખ શીતલબેન સોની અને સુમિત્રાબેન તથા ભાવનાબેન -મહામંત્રી દ્વારા ખેરગામના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ગૌરવ પટેલ, રેફરલ હોસ્પિટલના ડૉ. વિપુલ પટેલ, પત્રકારો આસિફ શેખ અને વિનોદ મિસ્ત્રી તથા સ્વચ્છતા અભિયાનના સફાઈ કર્મી રાજ આહિરની તેઓની અઢી માસથી કોરોના મહામારીમાં વિશિષ્ટ સેવા બદલ કોરોના વૉરિયર્સ- રાષ્ટ્ર સેવક તરીકે ભૂમિકા અદા કરવા બદલ અભિવાદનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ખેરગામ તાલુકા મહિલા મોરચાના પ્રમુખ લીનાબેન અમદાવાદી, મહામંત્રી રશ્મી ટૅલર,તા.મહામંત્રી શૈલેષ ટેલર અને લિતેષ ગાંવિત તથા અન્ય કાર્યકરોની ઉપસ્થિતિમાં અભિવાદન પત્ર મળતા સન્માનિતોએ નવસારી મહિલા મોરચાનો આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્તિક બાવીશી (નવસારી)