રીંછ-દીપડાની વસતી ગણતરી શરૂ કર્યા બાદ વરસાદને લીધે બંધ કરવાની ફરજ પડી

- કેવડીયા રેન્જ અને નર્મદા 2ના રેન્જમાં દીપડા અને રીંછ ની વસ્તી ગણતરી પૂર્ણ ન થઇ શકી.
- વરસાદમાં પાણીના પોઇન્ટ વધી જતા ગણતરી કરવી મુશ્કેલી બનતા હવે આવતા વર્ષે મે-જૂનમાં ફરીથી વસ્તી ગણતરી કરાશે, હવે આ વર્ષે નહીં થાય – એસીએફ ટોપીયા.
- વરસાદ પડી જતા પગલાના છાપના નિશાન, હગાર ના પુરાવા નાશ પામ્યા, તેમજ વરસાદના પાણીના ખાબોચિયા ભરાઈ જતા પાણી પીવાના પોઇન્ટ વધી જતાં જતી હાજરી પરની નોંધ મુશ્કેલ બની.
- અધુરો રહી ગયેલો બધી રેન્જ નો ડેટા ભેગો ન કરાતા સત્તાવાર રીતે ફાઈલ આંકડા જાહેર કરી શકાયા નહીં.
કોરોના લોકડાઉનમાં અટકી ગયેલી રિછ, દીપડાની વસ્તી ગણતરી નર્મદા જિલ્લામાં વન વિભાગ દ્વારા પુનઃ શરૂ કરાઇ હતી જેમાં કેવડીયા રેન્જ અને નર્મદા 2 આ રેન્જમાં, દીપડા અને રીંછ ની વસ્તી ગણતરી શરૂ કરાઇ હતી. જેમાં ત્રણ દિવસની વસ્તીગણતરીના સમગ્ર કાર્યક્રમ પર વરસાદી પાણી ફેરવી દીધું છે. નર્મદા માં વરસાદ ચાલુ થઇ જતા જંગલોમાં પણ વરસાદ થતાં ચાલુ વરસાદમાં પ્રાણીઓની વસ્તી ગણતરી થઈ શકતી નહોતી એક દિવસ ની કામગીરી બાદ વરસાદને કારણે આ ગણતરી વનવિભાગે પડતી મૂકવી પડી હતી.
આ અંગે નર્મદા વનવિભાગના એસીએફ ટોપીયા જણાવ્યું હતું કે કોરોના લોકડાઉનમાં અટકી ગયેલી અને દીપડાની વસ્તી એક દિવસની ગણતરી શરૂ કર્યા બાદ વરસાદને લીધે બંધ કરવાની વનવિભાગને ફરજ પડી છે, કેવડિયા રેન્જ અને નર્મદા 2 આ રેન્જમાં દીપડા અને રીંછ ની વસ્તી ગણતરી પૂર્ણ થઇ શકી નથી. વરસાદમાં પાણીના પોઈન્ટ વટી જતાં ગણતરી કરવી મુશ્કેલ બનતાં હવે આવતા વર્ષે મે-જૂનમાં ફરીથી ગણતરી કરાશે હવે આ વર્ષે નહીં થાય. વરસાદ પડી જતા પગલાના છાપના નિશાન, હગાર ના પુરાવા નાશ પામ્યા, તેમજ વરસાદના પાણીના ખાબોચિયા ભરાઈ જતા પાણી પીવાના નક્કી કરેલા પોઇન્ટ વધી જતી હાજરી પરની નોંધ મુશ્કેલ બની ગઈ હતી . તેથી અધુરો રહી ગયેલો બધી રેન્જ નો ડેટા ભેગો કરી ન શકતા સત્તાવાર રીતે ફાઈલ આંકડા જાહેર કરી શક્યા નથી.
આ અંગે ફુલસર રેંજના આરએફઓ ભરતભાઈ તડવીએ જણાવ્યું હતું કે અમારા દેડિયાપાડા તાલુકાના પીપલોદ, ફુલસર અને સગાઈ ના વન વિસ્તારમાં 7 જેટલાં પાણીના પોઇન્ટ બનાવ્યા હતા, જેમાં આ પ્રાણીઓ પાણી પીવા આવે ત્યારે તેની હાજરી ઉપરાંત તેના પગલાં આ છાપ ના નિશાન, હગાર અને પ્રાણીઓના અવાજ તથા ટ્રેક કેમેરામાં દેખાઈ આવે તેમ જ પાણી પીવા આવે ત્યારે તેમની હાજરી પરથી નોંધ કરી બધી રેન્જ નો ડેટા ભેગી કરી ભેગો કરી હેડઓફીસને મોકલવામાં આપવાનો હતો, પણ વરસાદને લીધે આ કામગીરી સ્થગિત કરવી પડી હોવાનું જણાવ્યું હતું કેવડિયા, ગોરા, રાજપીપળા, સગાઈ, દેડીયાપાડા, ડુમખલ, સોરાપાડા અને સાગબારાના કર્મચારીઓ જોડાયા હતા.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ (રાજપીપળા)