દેડીયાપાડાના ગંગાપુરથી દારૂના મુદ્દામાલ સાથે ચાલકની અટકાયત કરતી LCB પોલીસ

- ઉમરાણ ગામના યુવકને ઝડપી વિદેશી દારૂ ના ક્વાટરીયા નંગ. 130 કિંમત રૂ.6500/- તથા ટીન બિયર નંગ. 30 તથા એકટીવા મોટરસાયકલ મોબાઇલ સહિત 40 હજારનો મુદ્દામાલ કબજે કર્યો.
નર્મદા જિલ્લામાં લોકડાઉનમાં નર્મદા પોલીસે કડક દારૂબંધી કરી હોવા છતાં, બુટલેગરો દારૂની ખેપ મારવાનું છૂટતા નથી. તેથી દેડીયાપાડા ગંગાપુર ખાતેથી એક્ટીવા સ્કુટર પર લઇ જતા મુદ્દામાલ થતા વિદેશી દારૂના ક્વાટરીયા નંગ. 130 કિંમત રૂ.6500/- તથા ટીન બિયર નંગ. 30 તથા એકટીવા મોટરસાયકલ મોબાઇલ સહિત 40 હજારનો મુદ્દામાલ પકડી પાડી એલસીબી પોલીસે આરોપીની અટકાયત કરી છે.
નર્મદા જિલ્લા પોલીસ વડા હિંમકરસિંહ ના માર્ગદર્શન અને સૂચના હેઠળ એ.એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નર્મદાએ સ્ટાફે સીએમ ગામીત પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી નર્મદા તથા એલસીબી સ્ટાફ ડેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ ગંભીર ભાઈને મળેલ ચોક્કસ બાતમી આધારે ઉમરાળા ગામ નો શિવજી શિવજી ભાઈ વસાવા પોતાની સફેદ કલરની એકટીવા મોટરસાયકલ પર આગળના ભાગે વિમલ ના થેલામાં સંવિધાન તરફથી અંગ્રેજી દારૂ નહીં ડેડીયાપાડા તરફ આવતો હોવા અંગેની માહિતી મળતા એલસીબી સ્ટાફ પોલીસ સાથે ગંગાપુર ત્રણ રસ્તા પાસે નાકાબંધી કરી આ ઈસમને એકટીવા મોટર સાયકલ પરથી ઝડપી લીધો હતો.
જેમાં વિદેશી દારૂ ના ક્વાટરીયા નંગ. 130 કિંમત રૂ.6500/- તથા ટીન બિયર નંગ. 30 કિ રૂ. 3000 /-મળી કુલ પ્રોહી મુદ્દામાં રૂ 9500 /-તથા એકટીવા મોટરસાયકલ કિ.રૂ.30000/- મોબાઇલ નંગ -1 કિ.રૂ. 500 મળી કુલ કિ.રૂ. 40000/- ના મુદ્દામાલ સાથે અટક કરી મુદ્દામાલ ડેડીયાપાડા પોલીસને સોપી આરોપી વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ (રાજપીપળા)