કોરોનામુક્ત ગુજરાત માટે આપણે સૌ સંકલ્પબદ્ધ બનીએ : પ્રભારી મંત્રી જાડેજા

કોરોનામુક્ત ગુજરાત માટે આપણે સૌ સંકલ્પબદ્ધ બનીએ : પ્રભારી મંત્રી જાડેજા
Spread the love
  • અમરેલી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં મંત્રીશ્રીએ અનુરોધ કર્યો
  • આયોજન હેઠળના કામો સમયબદ્ધ રીતે ગુણવત્તાયુક્ત અને જનસુવિધાલક્ષી થાય તે જોવા પ્રભારીમંત્રીશ્રીનો અનુરોધ

અમરેલી પ્રભારીમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જિલ્લા આયોજન મંડળ હેઠળ હાથ ધરાતા કામો સમયબદ્ધ રીતે ગુણવત્તાયુક્ત અને જનસુવિધાલક્ષી થાય તે જોવા અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓને અનુરોધ કર્યો હતો. અમરેલી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વર્ષ ૨૦૨૦-૨૧ માટે ૧૫% વિવેકાધીન જોગવાઈ હેઠળ આયોજનના મોટાભાગના કામો મંજૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પાંચ ટકા પ્રોત્સાહક જોગવાઈ હેઠળ વિવિધ તાલુકામાં ખાસ પ્લાન સામાજિક શૈક્ષણિક પછાત યોજના હેઠળ કામો મંજુર કરવામાં આવ્યા હતા.

અમરેલીના પ્રભારીમંત્રીશ્રીએ જણાવ્યું છે કે કોરોના મહામારી સામે સમગ્ર ગુજરાત એકજૂટ થઇ લડી રહ્યું છે, ત્યારે લોકડાઉન પૂર્ણ થયા બાદ રાજ્ય સરકારે ગુજરાતને પુનઃધબકતું કરવા માટે ધંધા, રોજગાર, ઉદ્યોગો, વાહન વ્યવહાર સહિતની વિવિધ પ્રવૃતિઓ તબક્કાવાર શરૂ કરવામાં આવી છે. કોરોના મુક્ત ગુજરાત માટે સૌને સંકલ્પબદ્ધ થવા તેમણે અનુરોધ કર્યો હતો. પ્રભારીમંત્રીશ્રીએ લોકડાઉન પૂર્ણ થયા બાદ પહેલીવાર અમરેલી જિલ્લા આયોજન મંડળની બેઠક યોજી હતી.

પ્રભારીમંત્રીશ્રીએ કોરોના વાયરસના સંક્રમણ અંગે વાત કરતા જણાવ્યું હતું કે રાજ્યમાંથી કોરોના સંક્રમણ હજુ ગયું નથી, કોરોનાનો પડકાર હજુ ઊભો છે એટલે આપણે સૌએ તકેદારી રાખવી જરૂરી છે. રાજ્ય સરકારના આરોગ્ય, મહેસુલ વિભાગ પોલીસ તંત્ર તથા અન્ય વિભાગના સહયોગથી કોરોના સંક્રમણને અટકાવવામાં આપણે ચોક્કસ સફળ રહ્યા છીએ. સૌ નાગરીકો સામાજિક અંતર જાળવે, માસ્ક પહેરે તેમજ ભીડભાડ ન થાય તેની ખાસ તકેદારી રાખવા તેમને જિલ્લાનાં પદાધિકારીઓ, અધિકારીઓને જણાવ્યું હતું.

જિલ્લા કલેકટર શ્રી આયુષ ઓકએ જણાવ્યું કે, અમરેલી જિલ્લામાં આયોજન હેઠળના કામોની વહીવટી મંજૂરી મળી હોય અને સમયમર્યાદામાં કામો પૂર્ણ નથી થયા તેની યાદી બનાવી યોગ્ય કાર્યવાહી કરવા સબંધિત અધિકારીશ્રીને જણાવ્યું હતું. જિલ્લા આયોજન અધિકારી શ્રી ડી.એ. ગોહિલે અમરેલી જિલ્લામાં આયોજન મંડળ હેઠળ વર્ષ ૨૦૨૦-૨૧માં હાથ ધરાનાર કામોની વિસ્તૃત વિગતો આપી હતી.

આ બેઠક શરુ કરતા પહેલા તમામ સભ્યોનું મેડિકલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. કલેકટર કચેરીના કોન્ફરન્સ રૂમમાં સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, ધારાસભ્ય સર્વશ્રી વીરજીભાઈ ઠુંમર, પ્રતાપભાઈ દુધાત, અંબરીશભાઈ ડેર, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી રવજીભાઈ વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર તથા તેમજ તાલુકા પંચાયત પ્રમુખો સહિત સમિતિના સભ્યો સહિતના તમામ સબંધિત અધિકરીશ્રીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.

સુમિત ગોહિલ (જિલ્લા માહિતી કચેરી – અમરેલી)
રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

IMG-20200616-WA0039-1.jpg IMG-20200616-WA0038-2.jpg IMG-20200616-WA0041-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!