અરવલ્લીમાં દ્વિતીય દિવસે 25,678 કાર્ડધારકોએ પોતાના હક્કનું અનાજ મેળવ્યું

રાજ્યના નોન એફ.એસ.એ. બીપીએલ રાશન કાર્ડધારકોને અને એન.એફ.એસ.એના અંત્યોદય કાર્ડધારકો માટે તા.૧૫ થી ૨૪ જૂન ૨૦૨૦થી વિનામૂલ્યે રાશન કીટનું વિતરણ શરૂ કરાયું છે. જેમાં અરવલ્લી જિલ્લામાં સમાવિષ્ટ ૧,૪૩,૧૮૪ રેશનકાર્ડધારકો પૈકી બીજા દિવસે ૨૫,૬૭૮ લાભાર્થીઓએ પોતાના હક્કનું અનાજ મેળવ્યું હતું.
જિલ્લામાં હાથ ધરાયેલ વિનામૂલ્યે અનાજ વિતરણ વ્યવસ્થા પ્રથમ દિવસે ૬૩૭૯ કાર્ડધારકોને જથ્થો પુરો પાડવામાં આવ્યો હતો. જયારે દ્વિતીય દિવસે મોડાસના ૩૭૩૪, મેઘરજના ૫૪૬૫, માલપુરના ૩૧૩૪, ભીલોડાના ૫૧૪૩,બાયડના ૪૭૫૯ અને ધનસુરાના ૩૪૪૩ મળી કુલ ૨૫,૬૭૮ રેશનકાર્ડ ધારકોને અનાજ વિતરણ કરાયું હતું.