શ્રી ગાયત્રી વિદ્યાલય થરાદનું SSC અને HSC પરીક્ષાનું ઝળહળતું પરિણામ

વર્તમાનમાં કોરોના વાયરસના તબક્કા વચ્ચે ધોરણ 10ના પરિણામ બાદ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 15મી જૂનના રોજ વેબસાઈટ પર જાહેર થયું હતું, જેમાં થરાદની ગાયત્રી વિદ્યાલય શાળાનું ઝળહળતું પરિણામ આવ્યું હતું. શ્રી ગાયત્રી વિદ્યાલય થરાદની શાળામાં SSC બોર્ડના પરિણામમાં 90.PR. સાથે 12 વિધાર્થીઓ જેમાં 11 વિધાર્થીનીઓ અને 1 વિધાર્થી આવતા SSC બોર્ડનું પરિણામ 62.33% એ ઝળહળયું હતું. HSC સામાન્ય પ્રવાહનું પરિણામમાં 90.PR. સાથે 20 વિધાર્થીઓ જેમાં 15 વિધાર્થીનીઓ અને 5 વિધાર્થી ભાઈઓ આવતા સા.પ્રવાહનું પરિણામ 90.82% રહ્યું હતું જયારે HSC વિજ્ઞાન પ્રવાહનું પરિણામમાં 90.PR. સાથે 8 વિધાર્થીઓ જેમાં 3 વિધાર્થીની અને 5 વિધાર્થી ભાઈઓ આવતા વિ.પ્રવાહનું પરિણામ 70% હોઈ શ્રી ગાયત્રી વિદ્યાલય થરાદ શાળાનું પરિણામ ઝળકયું હતું, જોકે વર્ષ 2020માં લેવાયેલ બોર્ડની પરીક્ષામાં SSC માં 62.33%, HSC સા.પ્રવાહમાં 90.82% અને HSC વિ.પ્રવાહમાં 70% પરિણામ આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ
દૈનિક લોકાર્પણ ન્યૂઝ