અંબાજી નજીક 10 દિવસથી રોકાયેલા કોંગ્રેસના ધારાસભ્યો અમદાવાદ પહોંચ્યા

ગુજરાતમાં જ્યારે જ્યારે રાજ્યસભાની ચૂંટણીઓ આવે છે ત્યારે ત્યારે કોંગ્રેસ પાર્ટી મા ધારાસભ્ય રાજીનામું આપે છે 2017 માં પણ રાજ્યસભા ચૂંટણી વખતે ગુજરાત કોંગ્રેસના અમુક ધારાસભ્યો રાજીનામા આપ્યા હતા ત્યારબાદ કોંગ્રેસના તમામ ધારાસભ્યોને બેંગ્લોર ખાતે રાખવામાં આવ્યા હતા. 2020 માં રાજ્યસભા ચૂંટણી વખતે પણ કોંગ્રેસના 8 ધારાસભ્યોએ રાજીનામા આપતા ધારાસભ્યોને કોંગ્રેસ પાર્ટી દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
અંબાજી નજીક રાજસ્થાનમાં એક ખાનગી રિસોર્ટમાં ૩૦ કરતા વધારે ધારાસભ્યો દસ દિવસ રોકાઈ ને આજે અમદાવાદ ખાતે રવાના થયા હતા. સિરોહી જિલ્લાના આબુરોડ તાલુકાના જાંબુડી ગામે વિંડ વાઇન્ડસ રિસોર્ટ ખાતે ગુજરાત કોંગ્રેસના ૩૦ જેટલા ધારાસભ્યો અહીં રોકાયા હતા આજે તમામ ધારાસભ્યો અમદાવાદ ખાતે રવાના થયા હતા ઉત્તરી ગુજરાત અને મધ્ય ગુજરાત ના ધારાસભ્યો જાંબુડી ના મહેમાન બન્યા હતા.