અંબાજી : ભારતના શહીદવીર થયેલ જવાનોને કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલી અપાઈ

તાજેતરમા લદાગની ગલબાન ઘાટી માં છલકપટ થી ભારતના સૈનિકો પર ચાઇના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને તે ઝપાઝપીમાં ભારતના ૨૦ જેટલા સૈનિકો શહિદ થયા છે જ ત્યારે સમગ્ર ભારતમાં દુઃખની લાગણી પ્રવર્તી છે ત્યારે અંબાજી ખાતે શ્રી રાજપૂત કરણી સેના દ્વારા શહીદ થયેલા વીર જવાનોને મોડી સાંજે શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી અને માં ભગવતી અંબે શહીદ થયેલા વીર જવાનો ની આત્માને શાંતિ આપે તેવી અંબાજી રાજપૂત કરણી સેના દ્વારા પ્રાર્થના કરવામા આવી હતી અને શહીદ થયેલા જવાનોનાં પરિવારને દુઃખની ઘડીમાં દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના રાજપૂત કરણી સેના દ્વારા કરવામાં આવી હતી.
અંબાજી ખાતે મોડી સાંજે ખોડીવડલી પર રાજપુત કરણી સેના ના અધ્યક્ષ સંદીપ સિંહ રાજપૂત કે જે પોતે એક્સ આર્મી મેન છે તેમની અધ્યક્ષતામાં અંબાજી રાજપૂત કરણી સેનાના આગેવાન ,બી.એસ.એફ જવાન સંજય સોલંકી લઘુમતી મોરચાના અંબાજી શહેરનાં મહામંત્રી વસીમ મેમણ સહિતના યુવાઓની હાજરીમાં અંબાજી ખાતે શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. સંદીપસિંહ રાજપુત જણાવ્યું હતું કે ચીન દ્વારા જે કાયરતા ભર્યું કૃત્ય કરવામાં આવ્યું છે તેનો અમે સખત વિરોધ કરીયે છીએ આજે અમે અહી ભેગા થઈ દેશ માટે લડતા શહીદી વહોરનાર જવાનો ની આત્મા ને માતાજી શાંતિ આપે તે માટે પ્રાથના કરી છે.