દ્વારકા જિલ્લાના ત્રણ પીઆઇની આંતરિક બદલી
- પોલીસ વડા દ્વારા બદલીના ઓર્ડર કરાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ત્રણ પીઆઇની જિલ્લા પોલીસ વડા દ્વારા અચાનક જ આંતરિક બદલીના ઓર્ડર કરતા પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે. સલાયા પોલીસ સ્ટેશનના પીઆઇ જી.આર.ગઢવીને બદલીને ખંભાળિયામાં નિમણુંક કરી છે. દ્વારકાના પીઆઇ વી.વી.વાગડીયા એલ.આઇ.બી. શાખામાં મુકવામાં આવ્યા છે. હાલના એલ આઇ.બી.ના પીઆઇ જે.એમ.ચાવડાને બદલીને સલાયા પોલીસ સ્ટેશનમાં નિમણુંકનો ઓર્ડર કર્યો છે. જ્યારે નીડર પીએસઆઇ આર.એમ.મુંધવા ઓખા મરીન પોલીસ સ્ટેશનમાં મુક્યા છે.અને ઓખા મરીન પોલીસ સ્ટેશનના જે.જે સોલંકીને નીડર પીએસઆઇ તરીકે ઓર્ડર જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડાના અચાનક બદલીના ઓર્ડરથી પોલીસ બેડામાં અનેક ચર્ચા ચાલી રહી છે.
– નિશાંત માવાણી (જામનગર)