દ્વારકા પ્રદ્યુમન મંદિરમાં ભગવાનને ગરમીથી રક્ષણ આપવા પુષ્પ શૃંગાર

હાલ ગ્રીષ્મ ઋતુમાં ભયંકર તાપ સાથે ઉકાળા લોકોને સતાવી રહ્યો છે. ત્યારે ભગવાનને પણ ગરમી લાગતી હોય જેથી ગરમીથી રક્ષણ આપવા માટે યોગીની એકાદશીના પવિત્ર દિને દ્વારકા ગોમતી રોડ પર આવેલા પ્રાચીન પ્રદ્યુમન મંદિરમાં પુષ્પ શૃંગાર કરવામાં આવ્યો હતો. પુજારીના જણાવ્યા અનુસાર આ મંદિરમાં બિરાજમાન પ્રદ્યુમનજીની કામદેવનો અવતાર માનવામાં આવે છે અને પ્રદ્યુમનજી તથા રતિ દેવીનું આ એક માત્ર મંદિર જે દ્વારકામાં આવેલું છે.
આ મંદિરમાં ગ્રીષ્મ ઋતુને અનુલક્ષીને પુષ્પ શૃંગાર કરવામાં આવ્યો હતો. જેનો લાભ યાત્રાળુઓ સાથે સ્થાનિકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી લીધો હતો. આ મંદિર ભગવાન દ્વારકાધીશના પુત્ર પ્રદ્યુમનજીની છે અને તે જામપરા હવેલી તરીકે પ્રખ્યાત છે. દ્વારકા જગત મંદિરની જેમ અહીં પણ સેવા પૂજા તથા ધાર્મિક પ્રસંગો ઉજવવામાં આવે છે.
– નિશાંત માવાણી (જામનગર)