મોડાસા ક્ષેત્રમાં ઘેર ઘેર ગાયત્રી યજ્ઞમાં વિશેષ આહુતિ સાથે વીર શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ

મોડાસા ક્ષેત્રમાં ઘેર ઘેર ગાયત્રી યજ્ઞમાં વિશેષ આહુતિ સાથે વીર શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ
Spread the love

મોટી ઇસરોલ : રાષ્ટ્રીય અખંડિતતા અને સીમા સુરક્ષા માટે પોતાના પ્રાણ-પરિવારની પરવા કર્યા વિના રાષ્ટ્રના સુરક્ષા વીર યોદ્ધા સૈનિકો દિવસ રાત ઝઝુમી રહ્યા છે. આમાં કેટલાક સૈનિકો પોતાની સંપૂર્ણ નિષ્ઠાથી રાષ્ટ્રની સુરક્ષા કરતાં વીર ગતિ પામી શહીદ થયા. આ વીર શહીદ સૈનિકોના આત્માને શાંતિ- શ્રદ્ધાંજલિ અને તેમના પરિવાર- સ્વજનોને આવી પડેલા આઘાત વિરહ સહન કરવાની શક્તિ મળે તે માટે તથા રાષ્ટ્રીય અખંડિતતા અને તમામ ક્ષેત્રે સુરક્ષા કરી રહેલા વીર યોદ્ધા સૈનિકોને મનોબળ, આત્મબળ મજબુત રહે તેવી ભાવના સાથે મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા આજરોજ દરેક સાધકને પોતાના ઘેર રહી વિશેષ પ્રાર્થના મંત્રજાપ કરવા તથા ઘેર યજ્ઞ કરી આ માટે વિશેષ આહુતિ આપવા આયોજન કરવામાં આવ્યું . આ માહિતી ગાયત્રી પરિવારના અગ્રણી હરેશભાઈ કંસારાએ આપી હતી. જેમાં શ્રી કંસારાના જણાવ્યાનુસાર આજના આ શ્રદ્ધાંજલિ સહિત વિશેષ સાધના કાર્યક્રમમાં મોડાસા તેમજ આસપાસના ત્રીસ ગામોમાં સૌ પોતાના ઘેર જ આ શ્રદ્ધાંજલિ તથા રાષ્ટ્રીય અખંડિતતા પ્રાર્થના આયોજન સાથે જોડાયા હતા.

IMG-20200619-WA0034-1.jpg IMG-20200619-WA0033-2.jpg IMG-20200619-WA0040-0.jpg

Admin

Prabhudas Patel

9909969099
Right Click Disabled!