જામનગરમાં ઘોડીપાસા ક્લબ પકડાઈ

Spread the love
  • સ્થાનિક ગુના શોધક શાખા ટીમનો મધરાતે દરોડો, 12 ખેલંદાઓ ઝડપાયા
  • રૂ.4.40 લાખની રોકડ, 10 મોબાઈલ સહિત રૂ.4.75 લાખની મતા કબજે લેવાઈ

જામનગરમાં શંકરટેકરીનો રજાનગર વિસ્તારમાં એલસીબી પોલીસે મધરાતે દરોડો પાડી મકાનમાં ધમધમતી ઘોડીપાસા ક્લબ પકડી પાડી હતી. પોલીસે ચાર શખ્સને દબોચી રૂ.4.40 લાખની રોકડ અને દસ મોબાઇલ ફોન સહિત 4.75 લાખની માલમતા કબજે કરી હતી. જ્યારે દરોડા દરમિયાન બે સંચાલક શખ્સો નાસી છુટયાનું ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ઘરે છે.

પોલીસ સુત્રોમાંથી મળતી વિગત અનુસાર જામનગરમાં એલસીબીના ઇન્ચાર્જ પી.આઇ.કે.કે.ગોહિલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.બી.ગોજીયા અને સ્ટાફ પેટ્રોલીંગ કરી રહયો હતો જે વેળાએ સ્ટાફના અશોકભાઇ સોલંકી, નિર્મળસિંહ જાડેજા અને ખીમભાઇ ભોચીયા સહિતની ટીમે શંકર ટેકરી વિસ્તારમાં રજાનગરમાં રહેતા અનવર ઉર્ફે અને બાપુ અને હબીબ ખફી બંને ભાગીદારીમાં રજાક ગુલમામદ ખફીના રહેણાંક મકાનમાં જુગાર રમાડતો હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. જે દરોડા વેળા ચાર શખ્સો ઘોડીપાસા વડે જુગાર રમતા માલુમ પડતા હતા.

આથી પોલીસે હબીબ બોદુભાઈ ખફી,ભાવેશ મહેશભાઇ હરવાણી, જાવેદ ઉર્ફે જાવલો અલીમામદ બ્લોચ, અમીર ફિરોજભાઇ સાટી, સદામ મુસાભાઈ ખીરા, દિનેશ મેરામભાઇ ધામેચા,રવજી નારણભાઈ વાઘેલા, અશોક ઉર્ફે મીર્ચી ખટાઉમલ મંગે, કાસમ જુમાભાઇ ખફી, ફિરોજ કાસમભાઇ કુરેશી, અલ્તાફ મામદભાઇ ઇદી અને ભરત ઉર્ફે ભીખા વજસી ભાઇ ડાંગરને પકડી પાડી રૂ.4.40 લાખની રોકડ રકમ ઉપરાંત દેશ મોબાઈલ ફોન સહિત રૂ.4.75 લાખની માલ મતા કબજે કરી હતી. દરોડા વેળાએ અનવર ઉર્ફે અનુબાપુ અને રજાક ગુલ મામદ ખફી નાસી છુટયાનું ખુલતા પોલીસે તેની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

– રોહિત આર. મેરાણી (જામનગર)

Admin

Rohit Merani

9909969099
Right Click Disabled!