જામનગર સૈનિક સ્કૂલ બાલાચડીના પાંચ વિદ્યાર્થી સ્નાતક થઇને સેનામાં અધિકારી બન્યા

- ઇન્ડિયન મિલેટ્રી અને નેવલ એકેડેમીમાં અભ્યાસ કરી દહેરાદૂન પાસ આઉટ પરેડમાં ભાગ લીધો
જામનગર બાલાચડી સૈનિક સ્કૂલ પાંચ વિદ્યાર્થીઓ દહેરાદૂનની ઈન્ડીયન મિલિટ્રી એકેડમી અને ઈન્ડિયન નેવલ એકેડેમીમાં અભ્યાસ કરી સ્નાતકની પદવીઓ મેળવી સેનામાં અધિકારી બની સૈનિક સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. 333 કેડેટસ આઈ.આઈ.એમ. દહેરાદૂનમાંથી સ્નાતક થઇ પાસ આઉટ પરેટનો ભાગ બન્યા હતા. જેમાં જામનગર સૈનિક સ્કૂલના લેફ્ટિનન્ટ અભયકુમાર સિંહ, સ્કૂલ રોલ નં.5396, લેફ્ટિનન્ટ હિરેન ભેંસદડિયા, સ્કૂલ રોલ નં. 5069 અને લેફ્ટિનન્ટ સાનિધ્ય શિવમ સ્કૂલ રોલ નં.5092 કમિશન થયા હતા તથા આઈ.એન.એ. એઝિમલ્લામાંથી સબ.લેફ્ટનન્ટ સુનિલ કુમાર યાદવ, સ્કૂલ રોલ નં.5130 અને સબ.લેફ્ટનન્ટ અમર પ્રેમ, સ્કૂલ રોલ.નં 4972 કમિશન પ્રાપ્ત કરી અધિકારી બન્યાં હતાં.
– રોહિત આર. મેરાણી (જામનગર)