રાજપીપળા : બાયસેગ ડીડી ગિરનાર કેટલા એ જોયું ? નર્મદાના શિક્ષકોને રિપોર્ટ આપવા આદેશ

- નર્મદા ઓનલાઇન શિક્ષણ અને શિક્ષણ ખાસ સફળ રહ્યું નથી
નર્મદા જિલ્લામાં ઓનલાઈન શિક્ષણ અને ટીવી શિક્ષણ ખાસ સફળ રહ્યું નથી. ગ્રામવિસ્તારોમાં ઇન્ટરનેટ કનેકટીવિટીના ઠેકાણા ન હોવાથી, ગરીબ ઘરોમાં ટીવી કે સ્માર્ટફોન ન હોવાથી ઓનલાઇન શિક્ષણ નર્મદામાં ખાસ સફળ રહ્યું નથી ત્યારે સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બાઇસેગ દ્વારા ડીડી ગિરનાર કેટલા એ જોયું ? કેટલાય શિક્ષણ મેળવ્યું તેના આંકડાની માયાજાળમાં શિક્ષણ વિભાગ પડ્યું છે.
શિક્ષણ વિભાગે બાયોસેગને ડીડી ગિરનાર ચેનલ મારફતે વિદ્યાર્થીઓને ઘરબેઠા અભ્યાસના પ્રોગ્રામ આપવાના શરૂ કર્યા બાદ હવે શિક્ષકોને આ ચેનલો કેટલા વિદ્યાર્થીઓએ જોઈ તેનો રિપોર્ટ આપવા આદેશ કર્યો છે. નર્મદાના શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે તે માટે ધોરણ 9 થી 12 ના વિડીયો લેક્ચર તૈયાર કરી બાઇસેગ અને ડીડી ગિરનાર મારફતે તેનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે આ શિક્ષણ ના પ્રોગ્રામ વિદ્યાર્થીઓ જુએ છે, કે નહીં તેના માટે ચેકિંગ કરવાની જવાબદારી જે તે સરકારી સ્કૂલના શિક્ષકોને સોંપી છે. શિક્ષકોએ દરરોજ વિદ્યાર્થીઓને બાયસેગ અને ડીડી ગિરનાર માંથી કઈ ચેનલ જોઈ શું ભણ્યા સહિતની માહિતી લઇ શિક્ષણ તંત્રને રિપોર્ટ કરવા જણાવ્યું છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા