નર્મદા જિલ્લાના સંગીતકાર કલાકારો લોકડાઉનમાં બેકારીના ખપ્પરમાં

- જિલ્લામાં સંગીત કાર્યક્રમોને છૂટ આપવા અને આર્થિક સહાયની સરકાર સામે માંગણી કલાકારોની માગણી
- નર્મદા સાડા ત્રણ મહિનાથી સ્ટેજ કાર્યક્રમોમાં, મ્યુઝિકસો, અને ગીત સંગીતના કાર્યક્રમો બંધ પડ્યા છે
નર્મદા જિલ્લાના કોરોનાની મહામારી ને સાડા ત્રણ મહિના થઈ ગયા છે. તેમાં મોટાભાગના લોકોના કામ ધંધા બંધ પડ્યા છે, રોજગારી આવકના સ્ત્રોત બંધ થઇ જતાં લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. નર્મદામાં વધતા જતા પોઝિટિવ કેસો ને લઈને સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાત કરાઈ હતી. જેના કારણે જિલ્લામાં તમામ રોજગાર ધંધા બંધ થઈ ગયા હતા ધાર્મિક, સામાજિક સહિત તમામ જાહેર કાર્યક્રમો રદ્ કરવામાં આવ્યા છે, ત્યારે નર્મદા જિલ્લામાં સંગીત સાથે સંકળાયેલા સાઉન્ડ સિસ્ટમના સંચાલકો તથા ગાયક કલાકારોની રોજગારી પણ બંધ થઈ છે.
સરકારે અનલૉક -1 માં અન્ય વ્યવસાયકારોને છૂટછાટ આપી છે. પરંતુ સ્ટેજ કાર્યક્રમોમાં મ્યુઝિક સોંગ અને ગીત સંગીતના કાર્યક્રમોમાં છૂટછાટ આપવામાં આવી નથી. તેથી નર્મદાના કલાકારોને ઘરે બેઠા જવાનો વારો આવ્યો છે, ત્યારે આ કલાકારોને પણ છૂટ આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. આ સંદર્ભે નર્મદા જિલ્લાના સંગીતકારો અને સાઉન્ડ સિસ્ટમના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ સરકાર સમક્ષ માંગ કરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ (રાજપીપળા)