રાજપીપળા : ભાજપ સરકાર આદિવાસીઓની જમીનનો લૂંટવા સરદાર પટેલનો દુરુપયોગ કરી રહી છે…!

રાજપીપળા : ભાજપ સરકાર આદિવાસીઓની જમીનનો લૂંટવા સરદાર પટેલનો દુરુપયોગ કરી રહી છે…!
Spread the love
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી તો આખેઆખી ભારત પાસેથી 3 હજારકરોડ લઇને ચીને જ બનાવી છે.
  • ગુજરાતની ભાજપ સરકારે જ આદિવાસી મહિલાઓની જમીનો લૂંટવા તેમના જાહેરમાં કપડાં ફાડી નાખ આવી અપમાનિત કરતી હોય તો તેનાથી સરદાર પટેલ નું કદ વધે કે ઘટે ?
  • આદિવાસીઓ ખેડૂતોની જમીનો બચાવવા વિરોધ અને બહિષ્કાર પ્રતિમાનો થઈ રહ્યો છે સરદારના વિચારો નો નહીં – કેવડીયા બચાવો આદિવાસી બચાવો આંદોલન કરી ડો.પ્રફુલ વસાવા.

હાલ ચીનના ભારત પ્રતિના વલણથી દેશવાસીઓ માં ભારે રોષ છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને લીધે આદિવાસીઓને જે રીતે દુર્દશા થઇ છે. તે જોતાં આદિવાસી સમાજ હવે સ્ટેચ્યુ સરદાર ની ચાઈનીઝ બનાવટ હોવાનો આરોપ લગાવી તેનો વિરોધ કરી રહી છે. જેમાં કેવડીયા બચાવો આદિવાસી બચાવો આંદોલન કરી ડો.પ્રફુલ વસાવાએ જણાવ્યું છે કે સ્ટેચ્યુ ઓફ યુનીટી નખ થી લઈને માથાં સુધી નો તમામ ભાગ ચાઈનામા બન્યો છે. જેથી આ મુર્તિ ચાઈનીઝ છે તેવું કહેવું ખોટું નથી.હાલ આખા ભારત દેશમાં ચાઈનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર થઈ રહ્યો છે.તેમાં સ્ટેચ્યુ ઓફ યુનીટી નો પણ સમાવેશ દેશવાસીઓ કરી લીધો છે, કારણ કે આ ચાઈનીઝ પ્રોડક્ટ ને લીધે આદિવાસીઓ પર અસહ્ય અત્યાચાર થઈ રહયાં છે.અસલમા તો આ બાબત થી દેશનો મોટો વર્ગ ખુબ ખુબ નારાજ છે.

સ્ટેચ્યુ ઓફ યુનીટી તો આખે આખી ભારત પાસે થી ત્રણ હજાર કરોડ લઈ ને ચીને જ બનાવી છે. મુર્તિ બનાવવા ભારતની એલ એન્ડ ટી કંપની એ તો માત્ર ગુજરાત સરકાર અને ચાઈના વચ્ચે દલાલી કરી છે મુર્તિ એલ એન્ડ ટી એ બનાવીજ નથી.. સ્ટેચ્યુ ઓફ યુનીટીના નામે જેટલો આદિવાસી અત્યાચાર વધશે તેટલા જ જાેર થી આ પ્રતિમા નો બહિષ્કાર આખા દેશમાં થશે.એટલી હદે આ ભાજપ સરકાર આદિવાસી ઓની જમીનો લુંટવા સરદાર પટેલ નો દુરુપયોગ કરી રહી છે કે તેનો વિરોધ કરવા સૌથી પહેલા તો પાટીદાર સમાજે બહાર નીકળવું જાેઈએ..

ગુજરાતનો પાટીદાર સમાજ અને અન્ય તમામ સમાજના લોકો પણ આજે એવું માની રહયો છે કે સરદાર પટેલને આગળ કરી આદિવાસીઓની જમીનો લુંટવી યોગ્ય નથી. ખેડુતોની ખેતીની જમીનો છીનવી લેવી યોગ્ય નથી, પ્રવાસન અને વિકાસના નામે આદિવાસીઓને જમીન લુંટ થઈ રહી છે. તેથી જ આ મુર્તિનો દેશભરમાં વિરોધ થઈ રહયો છે. બાકી ગાંધી – સરદારના બારડોલી સત્યાગ્રહને સફળ બનાવવા આદિવાસી મહિલાઓએ પોતાનાં જેટલા ઘરેણાં હતા તે તમામ આ સત્યાગ્રહને દાન આપી દીધા હતાં, તે સમાજ છે આદિવાસી.અને આજે આ ગુજરાત ની ભાજપ સરકાર એજ આદિવાસી મહિલા ઓની જમીનો લૂંટવા તેમના જાહેર મા કપડાં ફાડી નખાવી અપમાનિત કરતી હોય તો તેનાથી સરદાર પટેલ નું કદ વધે કે ઘટે ?

કેવડિયા વિસ્તારમા સરદારની પ્રતિમાને આગળ ધરી કોરોના મહામારીના લોકડાઉનમા આદિવાસી મહિલાઓ ને વાળ પકડી ને ખેંચતી ગુજરાત પોલિસના વિડિયો આખા ગુજરાતે અને સમગ્ર ભારતે જાેયા છે. અરે સાહેબ કેવડિયા વિસ્તારના ખેડુતોએ પોતાના જમીનો બચાવવા પોતાના શરીર પર કેરોસીન નાખી બળી મરવાનો પ્રયાસ કરે આટલી હદે ખેડૂત પુત્ર સરદાર પટેલના નામનો દુરુપયોગ થતો હોય તો સાચો ખેડુત પુત્ર ચાઈના પ્રતિમાના પક્ષમા ઉભો જ ના રહે. જાે આજે સરદાર પટેલ જીવતા હોત ને સાહેબ તો તેઓ પણ આદિવાસી ઓની જમીન લુંટ નો વિરોધ કરતાં અને આંદોલન પણ કરતાં.ગુજરાત સરકાર સરદાર પટેલના નામે જેવી રીતે ખેડુતો પાસે થી જમીન પડાવી રહી છે તેનાથી સરદાર નું કદ નાનું થઈ રહ્યું છે.

ભાજપ ખેડુત પુત્ર સરદારના નામે ખેડૂતોની જમીનો લુંટી રહી છે.તેનો વિરોધ થઈ રહ્યો છે. આખા દેશમા સરદાર તેના વિચારો થી ઉંચા છે. પ્રતિમાં ને કારણે નહિ જેથી તેમના નામે જમીનો લુંટી ને ભાજપ સરકાર તેમને ખેડુતો વિરોધી સાબિત કરવાનાં ષડયંત્ર બનાવી રહી છે, આદિવાસી ખેડુતોની જમીનો બચાવવા વિરોધ અને બહિષ્કાર પ્રતિમાનો થઈ રહ્યા છે સરદારના વિચારોનો નહીં.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

IMG-20200627-WA0027.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!