મોદી સરકાર બીજી ટર્મમા એક વર્ષ પૂર્ણ થતા રાજુલા ભાજપ દ્વારા યોજનાઓની માહિતી પહોંચાડવા પત્રિકા વિતરણ

રાજુલા : મા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરકાર બીજી ટર્મમા એક વર્ષ પૂર્ણ થતા રાજુલા તાલુકા ભાજપ દ્વારા જનજન સુધી વિકાસ કાર્યો તથા પ્રજાલક્ષી યોજનાઓની માહિતી પહોંચાડવા માટે વ્યક્તિગત સંપર્ક તથા પત્રિકા વિતરણ કાર્યક્રમ યોજાયો. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના કેન્દ્ર સરકારના બીજા શાસનકાળને એક વર્ષ પૂર્ણ થતાં જિલ્લા ભાજપ તથા પૂર્વ સંસદીય સચિવ શ્રી હીરાભાઈ સોલંકીની સૂચના મુજબ રાજુલા તાલુકા ભાજપ દ્વારા તાલુકા ભાજપ પ્રમુખ હરસુરભાઈ, મહામંત્રી વિક્રમભાઈ શિયાળ, રાકેશભાઇ શિયાળ, મુકેશભાઈ ગુજરીયા દ્વારા રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વ્યક્તિગત સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું અને વડાપ્રધાન મોદીજી ના સંદેશપત્ર ને લોકો સુધી પહોંચાડવામાં આવ્યું હતું. જે અંતર્ગત વ્યક્તિગત સંપર્ક કરી સહિતના આગેવાનો, કાર્યકર્તાઓ દ્વારા રાજુલા તાલુકા વિસ્તારમાં દરેક મંડલમા બુથ દીઠ વ્યક્તિગત સંપર્ક તથા પત્રિકા વિતરણના કાર્યક્રમ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.જેમા લોકો દ્વારા પણ નરેન્દ્ર મોદી સરકારની કામગીરીની પ્રશંસા કરવામા આવે છે તથા ભાજપ આગેવાનો કાર્યકર્તાઓને ખૂબ જ આવકાર આપવામા આવી રહ્યો છે.
રીપોર્ટ : વિક્રમ સાંખટ (રાજુલા)