કરાર આધારિત કર્મચારીઓના પ્રશ્ને મધ્યસ્થી થઈને પ્રા.શિક્ષક સંઘના મહામંત્રી મદદરૂપ થશે : અમિત કવિ

મોટી ઇસરોલ : કરાર આધારિત કર્મચારી મહામંડળના પ્રમુખ પ્રાથમિક શિક્ષણ સંઘના રાજ્યકક્ષાના મંત્રી સાથે તેમના પડતર પ્રશ્નો અંગે મુલાકાત ગુજરાત રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ૨૦ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે અનેક ક્ષેત્રમાં કરાર આધારિત કર્મચારી ઓની નિમણુક કરવામાં આવી જુઓ છેલ્લા ૨૦ વર્ષથી સળંગ નોકરી કરતા હોવા છતાં તેઓને કાયમી નિમણૂક પત્રથી લઈ અન્ય સરકારી કર્મચારીઓને મળતા તમામ પ્રકારના લાભો આ કરાર આધારિત કર્મચારીઓને ના મળતા તેમના બદલી ના પ્રશ્નો , જીવન વીમા, આરોગ્ય, રજાઓના પ્રશ્નો આવા વિવિધ પ્રશ્નોને લઇ અને કર્મચારી ચિંતિત છે છેલ્લા કેટલા સમયથી સરકારમાં જુદી જુદી રીતે જુદા જુદા સત્તાધારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
સરકાર દ્વારા પ્રશ્નોનું નિરાકરણ હૈયાધારણ આપી હતી છતાં છતાં કઈ જ ન્યાય મળતો નથી. રાજ્યના કર્મચારી મંડળના પ્રમુખ અમિત કવિના માધ્યમથી ગુજરાતના હજારો કર્મચારીઓ એ કર્મચારીના એક દિવસનો પગાર પણ આપવાની ઘોષણા કરી હતી .અને આ મહામારીમાં મદદરૂપ બન્યા હતા. ત્યારે આજે સરકાર દ્વારા એમના પ્રશ્નોમાં રસ નહિ લેતા ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ સંઘના મહામંત્રી સતીશ પટેલની મુલાકાત કરી હતી અને તમામ પ્રશ્નો અંગે અમિત કવિએ છણાવટ સાથે રજુઆત કરતાં મહામંત્રી સતિષભાઈએ આ અંગે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તેેેમજ જરૂર પડ્યે મુખ્યમંત્રીશ્રી સાથે બેઠક કરાવી પ્રશ્નોની રજૂઆત કરવાની અને મદદરૂપ થવાની હૈયાધારણા આપી હતી.