નાંદોદ તાલુકાના થરી ગામના નિશાળ ફળિયું કન્ટઇન્મેન્ટ એરિયા તરીકે જાહેર

Spread the love

નાંદોદ તાલુકાના થરી ગામે કોવીડ-19 ના પોઝીટીવ કેસ નોંધાયેલ છે. આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાં તરીકે લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાતા નર્મદા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે કેટલાક નિયંત્રણો લાદતો હુકમ કર્યો છે.જે મુજબ નાંદોદ તાલુકાના થરી ગામના નિશાળ ફળિયું પ્રાથમિક શાળા ચંદુભાઈ વેણીભાઈ પટેલના ઘરથી વાઘેલા ઇન્દ્રસિંહ નરપતસિંહના ઘર સુધીના વિસ્તારને કોવીડ -19 કન્ટેઇન્મેન્ટ એરિયા તરીકે જાહેર કરાયો છે.

જેમાં ઘરોની કુલ સંખ્યા (આશરે) 26 અને કુલ વસ્તી (આશરે)-129 દર્શાવાઈ છે. કન્ટેઇન્મેન્ટ એરિયા તરીકે જાહેર કરાયેલ નાંદોદ તાલુકાના થરી ગામના નિશાળ ફળિયું પ્રાથમિક શાળા ચંદુભાઈ વેણીભાઈ પટેલના ઘરથી વાઘેલા ઇન્દ્રસિંહ નરપતસિંહના ઘર સુધીના વિસ્તારમાં જરૂરી અમલવારી માટે સૂચવાયેલી બાબતોમાં જણાવ્યા મુજબ વિસ્તારના એક જ એન્ટ્રી/એકઝીટ પોઈન્ટ પર સરકારની આરોગ્ય વિભાગની ગાઈડલાઈન (એસઓપી) મુજબ આરોગ્ય ટીમ ધ્વારા 100 % થર્મલ સ્ક્રીનીગ કરવાનું રહેશે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપલા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!