રાજપીપળા કોવિડ માં દાખલ થયેલા કુલ 7 પોઝિટિવ દર્દીઓ સાજા થઇ જતા રજા અપાઈ

રાજપીપળા કોવિડ માં દાખલ થયેલા કુલ 7 પોઝિટિવ દર્દીઓ સાજા થઇ જતા રજા અપાઈ
Spread the love
  • અત્યાર સુધીમાં કુલ 44 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે
  • આજની તારીખે રાજપીપળા કોવીડ હોસ્પિટલમાં 44 દર્દીઓ સારવાર હેઠળ છે
  • નર્મદા જિલ્લામાં આજદિન સુધી કોરોના ના કારણે એક પણ કેસ મૃત્યુ પામેલ નથી

20મી જૂનના રોજ રાજપીપળા કોવીડમાં દાખલ થયેલા 8 પોઝિટિવ દર્દીઓ પૈકી 7 દર્દીઓ સાજા થઇ જતાં આજે તમામને 7 ને રજા આપવામાં આવી હતી. જેમાં 1)ભીમસિંગભાઈ આર વસાવા (ઉં.વ.40 રહે, કેવડીયાકોલોની), 2) જનકભાઈ એસચાવડા (ઉ. વ.37 રહે, કેવડીયાકોલોની), 3) કંચનભાઈ સુહાગનભાઈ ચાવડા (ઉં. વ. 40 રહે, કેવડીયાકોલોની), 4) અનિલ એસ વસાવા (ઉ. વ. 25 રહે, કેવડીયા કોલોની) 5) અતુલકુમાર કાંતિલાલ વસાવા (ઉ.વ. 25 રહે કેવડીયાકોલોની) 6) જયપાલસિંગ શીશીગ સોલંકી (ઉ. વ. 49 રહે કેવડીયાકોલોની ) તમામ સુરત થી કેવડીયા આવેલા અને 7) ભરતભાઈ અંબાલાલ પટેલ (ઉં. વ. 63 દક્ષિણ ફળિયા રાજપીપળા )ને આજે રાજપીપળા કોવીડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

જ્યારે આઠમા પોઝિટિવ કેસ રમીલાબેન રન્નાભાઈ વાળા (ઉં.વ.33 રહે કેવડીયા કોલોની) હાલ સુરત ખાતે સારવાર હેઠળ હોવાનું જણાવેલ છે. નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપિડેમિક મેડિકલ ઓફિસર ડો આર.એસ કશ્યપના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં કુલ 44 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. અને આજની તારીખે રાજપીપળા કોવિડ હોસ્પિટલ માં 44 દર્દીઓ સારવાર હેઠળ છે. નર્મદા જિલ્લામાં આજદિન સુધી કોરોના ના કારણે એક પણ કેસ મૃત્યુ પામેલ નથી.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ (રાજપીપળા)

IMG-20200629-WA0038.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!