વડાલી : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સબસેન્ટરનું ઉદ્ઘાટન

- બી સી શાહ આર્ટસ કોલેજ વડાલી કેમ્પસ ખાતે યોજાયું હતું.
- કાર્યક્રમની શુભ શરૂઆત મંગળમય પ્રાર્થનાથી કરવામાં આવી
- ઉપસ્થિત મહાનુભાવોનું આચાર્ય શ્રી નરેશભાઇ પટેલ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું
શ્રી વડાલી કેળવણી મંડળના પ્રમુખશ્રી તખતસિહ દ્વારા કાર્યક્રમની રૂપરેખા આપી દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના યુવાઓને હવે પાટણ સુધી લંબાવું નહીં પડે. દરેક વિદ્યાર્થીઓ ના કામો સરળતાથી થાય તે માટે અને આર્થિક બોજો ઓછો થાય તે માટે પાટણ યુનિવર્સિટી દ્વારા જે સબ સેન્ટર ખુલ્લુ મુકવામાં આવ્યું છે તે ખૂબ જ આવકારદાયક છે તેવું સમારંભના અધ્યક્ષ કુલપતિશ્રી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ શ્રી ડો. જે. જે. વોરા સાહેબે જણાવ્યું હતું.
આ સબ સેન્ટર ખુલવાથી અરવલ્લી અને સાબરકાંઠા ના યુવાઓમાં આનંદની લાગણી પ્રસરી હતી. આ સબ સેન્ટરના ઉદ્ઘાટનમાં શ્રી હિતુભાઈ કનોડિયા ધારાસભ્યશ્રી ઈડર, સંસદ સભ્ય સાબરકાંઠા શ્રી દિપસિંહ રાઠોડ, વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ શ્રી રમણલાલ વોરા, કાર્યકારી કુલસચિવ ડોક્ટર ડી એમ પટેલ, સાબરકાંઠા ભાજપ પ્રમુખશ્રીજે.ડી. પટેલ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કારોબારી સભ્યશ્રીઓ તેમજ અરવલ્લી સાબરકાંઠા જિલ્લાના કોલેજના અધ્યાપક શ્રી ઓ તેમજ વડાલી નગરજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ધીરુભાઈ ખેડબ્રહ્મા