ઉપલેટા કોરોના કાળમાં ખાનગી શાળાની સરાહનીય પહેલ

- મોબાઈલના ઉપીયોગ થી બાળકોના માઈન્ડ અને આંખો ડેમેજ થાય છે
- મોટી પાનેલીની સરસ્વતી ધામ શાળાએ મોબાઈલ ટીવી ના ઉપીયોગ વગરજ આપ્યું ઘરબેઠા હોમ લર્નિંગ
-ઉપલેટા તાલુકાના મોટી પાનેલી કોરોના મહામારી વચ્ચે બાળકોના અભ્યાસમાં ભારે ખલેલ પહોંચેલ છે માર્ચ થી બંધ થયેલ શાળાઓ હજુ સુધી ખુલવા પામેલ નથી દરેક બાળકોને માસ પ્રમોશન થી પાસ કરી ઉપરના ધોરણ માં ચડાવેલ છે અને જૂન માસ થી સત્ર ચાલુ થવાનું હોય જે પેલી સપ્ટેમ્બર થી ચાલુ કરવાની ગાઈડ લાઈન સરકારે આપેલ છે પરંતુ વધતા જતા કોરોના કેશ ને લઈને હજુ શાળાઓ ક્યારે ખુલશે તે નક્કી નથી થઇ શકતું ત્યારે સરકારે ટીવીના માધ્યમથી હોમલર્નિંગ અભ્યાસ ચાલુ કરેલ છે અને ખાનગી શાળાઓ એ મોબાઈલના માધ્યમથી ઓનલાઈન અભ્યાસ ચાલુ કરેલ છે જેમાં અવાર નવાર ફરિયાદ ઉઠવા પામેલ છે બાળકો ને કઈ સમજાતું પણ નથી તેવી પણ ફરિયાદ ઉઠેલ છે સાથોસાથ બાળકોની આંખો ખરાબ થવાની પણ શક્યતા હોવાની ફરિયાદ ઉઠેલ છે ગુજરાત હાઇકોર્ટે પણ આ અંગે રિપોર્ટ કરેલ છે.
જેમાં હાઇકોર્ટ તરફથી પણ સ્પષ્ટ ઉલ્લેખ કરેલ છે કે બાળકોની આંખો ખરાબ થઇ શકે છે આવા કપરા સંજોગ વચ્ચે ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામની નાની એવી શાળા શ્રી સરસ્વતી ધામ શાળા એ સરાહનીય પહેલ હાથ ધરી અથાગ મહેનત અને પરિશ્રમથી મોબાઈલ અને ટીવી વગર જ હોમલર્નિંગ બાળકોને આપવાની શાનદાર પહેલ કરી છે જેમાં શાળાના શિક્ષિકા બહેનોએ શાળા કક્ષાએ કે.જી.થી લઈને ધોરણ આઠ સુધીના દરેક ધોરણનું વિષયવાર પહેલાજ ચેપ્ટરથી લીથા ત્યાર કરી તેણી દરેક વિદ્યાર્થી માટે ફોટોકોપી બનાવી દરેક વિદ્યાર્થીને એક એક વિષયના લીથા દર બે દિવસે તેમના ઘરે પહોંચાડવા અને જયારે ઘરે લીથા દેવા જાય ત્યારે આગળના વિષયનું લેખન કાર્ય ચેક કરી લેવું તેવું સરાહનીય પગલું હાથ ધર્યું છે
રિપોર્ટ : વિપુલ ધામેચા (ઉપલેટા)