સૂયૉ ફાઉન્ડેશન દ્વારા ભારતભરમાં 8 લાખ વૃક્ષો વાવવાનું મહાઅભિયાન

Spread the love

સૂર્યા ફાઉન્ડેશન આદર્શ ગ્રામ યોજના અંતર્ગત પ્રધાનમંત્રીશ્રી દ્ધારા આત્મનિર્ભર ભારતના અંતર્ગત દેશના ૧૮ રાજ્યોમાં ૬૦૦ વૃક્ષ મિત્રોના માધ્યમથી ૬૦ હજાર પરિવારો દ્ધારા ૩ લાખ ફલદાર અને ૫ લાખ છાયાદાર વૃક્ષારોપણ કરવાનું મહા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે વૃક્ષ આપણા જીવનનો સાથી છે અને વૃક્ષ થકી આપણને પ્રાણ વાયુ મળે છે.

અત્યારના સમયમાં જે સમસ્યા પ્રયાવરણના અસંતુલનની છે જેમાં પર્યાવરણને સંતુલિત કરવા માટે વૃક્ષોનો બહુજ મોટો યોગદાન રહ્યો છે એટલે પ્રત્યેક વ્યક્તિને પોતાના જીવનમાં જેટલા બની શકે તેટલા વૃક્ષોનું રોપણ કરી તેની માવજત કરાવી જોઈએ, અત્યારે જે ગ્લોબલ વાર્મિંગ નો ખતરો પુરા વિશ્વમાં આવી રહ્યો છે એને વૃક્ષોના માધ્યમથી રોકી શકાય છે.  સૂર્યા ફાઉન્ડેશન આ વર્ષે જન સહયોગના માધ્યમથી વૃક્ષારોપણનો મહા અભિયાનનો સંકલ્પ લીધો છે.

જેમાં સૂર્યા બાળ સંસ્કાર કેન્દ્ર, સૂર્યા ભારત યુથ ક્લબના યુવાઓ, સેવાભાવીઓ તેમજ પ્રત્યેક પરિવારને ૫ વૃક્ષો દત્તક લઇ અને તેની સુરક્ષા કરે આ ઉદ્દેશ્યથી કામ કરી રહ્યું છે અને  પ્રત્યેક વ્યક્તિને પ્રયાવરણના પ્રતિ જાગ્રત કરવા માટે સતત સંપર્ક કરી તેમને વધારે અને વધારે વૃક્ષો વાવનો આગ્રહ કરી રહ્યા છીએ જેનાથી આપણું પ્રયાવરણ શુદ્ધ બને અને દેશ આત્મ નિર્ભર બની શકે.

રિપોર્ટ : સંજય ગાંધી (શામળાજી)

Admin

Salim Patel

9909969099
Right Click Disabled!