ઇડર તાલુકાના સીયાસણ ગામમાં મનરેગા કામ ચાલુ કરવામાં આવ્યું

સાબરકાંઠા જિલ્લા ના ઇડર તાલુકામાં સિયાસણ ગામમાં ગણા વર્ષ પછી એટલે કે (૨૦)વર્ષ પછી આબલીયા પ્રાથમીક શાળા પાસે તળાવમાં મનરેગાનું કામ ચાલુ કરવામાં આવેલ છે એમાં અગ્રણી અલ્પેશભાઈ વડેરા ગામના જાગૃત યુવાન દામા રાજેશકુમાર જીવાભાઈ અને અસારી પ્રદીપભાઈ.એમ દ્વારા સરકાની મંન્જુરી તેમજ ગ્રામ પંચાયતના સહકારથી તેની કામગીરી હાથમાં લઇને ચાલુ કરાવવા પુરા પ્રયત્નો કરેલ અને ૨૦૦(બસો)થી પણ વધુ જોબકાર્ડ કઢાવી આપેલ અને સતત પ્રયત્નો કર્યા બાદ આજ રોજ ૨૯/૦૬/૨૦૨૦ સોમવારથી કામ ચાલુ કરવામા આવેલ છે એવા યુવાનોને સીયાસણ ગામ વતીથી ખુબ આભાર વ્યકત કરેલ છે અને આવનાર સમય માટે ગામને મદદ રૂપ થશે એવી આશા પણ વ્યકત કરી અને આ વિસ્તારમાં નવા નવા કામો હાથ ધરી ગ્રામજનો ને રોજગારી પુરી પાડવામાં આવશે
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)