ખરા અર્થમાં લોકોની ચિંતા કરતા લોકલાડીલા નેતા પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી

રાજુલા : આજે ખેડૂતોને પડતી મુશ્કેલી અંગે પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી પીપાવાવ દોડી ગયા હતા અને ખેડૂતોને ખાતર મળી રહે તે માટે વ્યવસ્થા કરી ખેડૂત નેતા નું ઉત્કૃષ્ટ દાખલો પૂરો પાડ્યો. અમરેલી જિલ્લાના પીપાવાવ પોર્ટ ખાતે પુષ્કળ પ્રમાણમાં યુરિયા ખાતરનો જથ્થો પડેલ હોવા છતાં, રાજુલા તાલુકા ખ.વે. સંઘને ખાતર ભરવાની મંજુરી ન મળવાના પ્રકરણમાં આજ રોજ શ્રી નારણભાઇ કાસડીયા પૂર્વ ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી અને તાલુકા ભાજપ પ્રમુખ શ્રી હરસુરભાઈ લાખણોત્રા ત્થા વિક્રમભાઈ શિયાળ સાથે પીપાવાવ પોર્ટ ખાતે રૂબરૂ જઇ ઇફકોના અધિકારીઓ સાથે ટેલિફોનિક વાત કરી ઉપસ્થિત કોન્ટ્રાક્ટરને તાકીદ કરેલ હતી અને રાજુલા સંઘની ગાડી ભરાવેલ હતી. આવનારા દિવસોમાં જિલ્લાના ખેડૂતોને પૂરતું ખાતર મળી રહે તે માટે જિલ્લાની તમામ મંડળીઓ અને સંઘને પ્રાયોરિટી આપશે તેવી ઉપસ્થિત અધિકારીઓ તરફ થી બાહેંધરી આપવામાં આવેલ છે.
રીપોર્ટ : વિક્રમ સાંખટ (રાજુલા)