નર્મદામાં વધતા જતા વ્યાજખોરોને ડામવા પોલીસ વડાએ લીધો આકરો નિર્ણય
- કોઈ વ્યાજખોરો દ્વારા ધાક ધમકી આપી હેરાન કરે તો વ્યાજખોરોની માહિતી નર્મદા પોલીસને જાણ કરવા જાહેર અપીલ કરી
- નર્મદામાં 10 થી 15 ટકા વ્યાસ વસૂલ કરી ધાકધમકીઓ આપતા હોવાની બૂમો
- હવે વ્યાજખોરોની ખેર નથી
આથી નર્મદા જિલ્લાના તમામ નાગરિકોને નમ્ર અપીલ કરવામાં આવે છે, કે નર્મદા જિલ્લામાં ગેરકાયદેસર રીતે નાણા વ્યાજે ફેરવતા વ્યાજખોરો વ્યાજ માટે જાહેર જનતાને હેરાન પરેશાન કરતા હોવાની પોલીસને ફરિયાદો મળી હતી. કોરોના લોકડાઉનમાં આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા લોકોને વ્યાજખોરોના ચુંગલમાં થી છોડાવવા પોલીસ વડાએ આકરા કડક પગલાં લેવાનું નક્કી કરેલ છે. તેમજ આવા વ્યાજખોરો પોતાનું વ્યાજ વસૂલ કરવા આમ જનતાને ધાક-ધમકી આપી વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા હોય છે.
જેથી નર્મદા પોલીસવડા હિંમકરસિંહે નર્મદા જિલ્લાની તમામ જાહેર જનતાને જાહેર અપીલ કરી છે, કે આપણી પાસે આવા કોઈ વ્યાજખોરો દ્વારા ધાકધમકી આપી હેરાન કરે તે માટે નર્મદા પોલીસ દ્વારા એક પહેલ કરવામાં આવેલ છે. જે અનુસંધાને વ્યાજખોરો માટે અત્રેના જિલ્લા નર્મદા કંટ્રોલ રૂમ ખાતેના 100 નંબર ડાયલ કરી આપની ફરિયાદ નોંધાવો. અને વ્યાજખોરોની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા પોલીસને સાથ સહકાર આપો. નર્મદા પોલીસ આવા વ્યાજખોરો ઉપર કાયદેસરની કાર્યવાહી કરશે એમ જણાવતા વ્યાજખોરો માં ભારે ફફડાટ ફેલાયો છે? અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદામાં 10 થી 15 ટકા વ્યાજ વસૂલ કરી ધાક ધમકી આપતા હોવાની બૂમો ઉઠવા પામી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા