રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત : આજે વધુ 3 કેસ નોંધાયા

રાજકોટ શહેરના સાધુવાસવાણી રોડ. ૧૫૦ ફૂટ રિંગ રોડ પર અમૃતા સોસાઈટી, કોઠારીયા રોડ વિસ્તારમાં કોરોનાના એક-એક કેસ પોઝિટિવ સામે આવ્યા છે. આ સાથે શહેરમાં કુલ કેસનો આંક ૧૬૯ પર પહોંચ્યો છે. જ્યારે જિલ્લામાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા ૨૭૨ પર પહોંચ્યો છે. જ્યારે અત્યાર સુધીમાં ૧૨૬ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યો છે. હવે ૧૪૬ દર્દી સારવાર હેઠળ છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)