થરાદના મલુપુરથી ખેતરના શેઢામાં લીમડાના ડાળા નીચે સંતાડેલો દારૂનો જથ્થો ઝડપાયો
થરાદ પોલીસને મળેલી હકિકત બાતમીના આધારે મલુપુર ગામે દારૂનું વેચાણ થતું હોવાની બાતમી મળતાં પીઆઈ જે. બી. ચૌધરીની સૂચના મુજબ સોમવારે ચંદુભાઈ મનજીભાઈ બ્રાહ્મણના ખેતરમાં પોલીસે દરોડો પાડ્યો હતો, જયાં ભાગ રાખી ખેત મજૂરી કરતો સુરેશભાઈ વકતાભાઈ રબારી રહે. મલુપુરવાળો ખેતરના શેઢે લીંમડાના લીલા જાડના ડાળાના ઓથા હેઠળ સંતાડેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૬૦ તથા બિયર ટીન નંગ-૯૬ મળી કુલ બોટલ/બિયર નંગ-૧૫૬ની કિંમત રૂપિયા ૫૨,૬૮૦/- નો મુદામાલ મળી આવતા સુરેશભાઈ વકતાભાઈ રબારી રહે. મલુપુર, તા. થરાદવાળા વિરૂધ્ધ થરાદ પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ
દૈનિક લોકાર્પણ ન્યૂઝ