પ્રાંતીજ ખાતે ડોકટર્સ ડે નિમિત્તે આરોગ્ય વિભાગના અધિકારીઓને સમ્માનિત કરાયા

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે.તેમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દિવસ અને રાત પોતાના જીવને જોખમે કામગીરી કરી રહયા છે.જેમાં ખાસ કરીને ડોકટરની કામગીરી બહું જ કપરી અને અગત્યની છે. આવા આપના સમાજને બચાવવા પોતાનો જીવ દાવ પર લગાવનારા કોરોના વોરીયર્સને સન્માનિત કરવાનો કાર્યક્રમ આજ રોજ ર્ડાકટર્સ ડે નિમિત્તે પ્રાંતિજના પોગલું ખાતે કરવામાં આવ્યો.
જેમાં મંગલોદય સેવા પ્રતિષ્ઠાન સંચાલિત કામધેનુ ગૌશાળાના મહંત સુનિલદાસજી મહારાજ, જાયન્ટસ ગ્રુપ પ્રાંતિજના ર્ડા.ડેરિયા, અનુજ પટેલ દ્વારા પોગલું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.રાજેશ પટેલ,તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.આર. કે. યાદવ, પોગલું મેડિકલ ઓફિસર ર્ડા.એ. એચ. સોલંકી તથા સ્કૂલ હેલ્થ આસિસ્ટન્ટ જયેશભાઇ પંડ્યા, ડી.આ.ઇ.સી.ઓ. જી. એસ. પાટીલનું પ્રશસ્તિપત્ર આપી અને તેઓની સેવાઓને બિરદાવી સન્માનિત કરવામાં આવ્યા હતા. સન્માનના પ્રત્યુત્તરમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.રાજેશ પટેલે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને ડૉક્ટર ડેની શુભેચ્છાઓ પાઠવી હતી.
મનુભાઈ નાયી (પ્રાંતીજ)