ત્રિશુલિયા ઘાટી પર ટ્રક પલટયો, કાર પર પથ્થરો પડ્યા, 6 લોકો નો આબાદ બચાવ

દાંતા અંબાજી વચ્ચે ના ત્રિશૂળીયા ઘાટી પર અવાર નવાર અકસ્માત થતા હોય છે ત્યારે આજે પણ ગુરૂ પૂર્ણિમા ના પવિત્ર દિવસે વધુ ટ્રાફિકના કારણે સ્વીફ્ટ ગાડીને સામે થી આવતા ટ્રક ને લઈને અકસ્માત થયો હતો કાર મા બેસેલા છ લોકોનો આબાદ બચાવ થયો હતો ગાડી પર મોટા પથ્થરો પડ્યા હતા તો પણ છ લોકોનો આબાદ બચાવ થયો હતો અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અંબાજી થી મારબલ પથ્થરો ભરીને ફૂલ સ્પીડમાં ટેલર આ ઘાટી પર થી જતુ હતુ GJ 12 BW 4214 નંબર નો ટ્રક ફૂલ સ્પીડ થી આવતા અંબાજી તરફ આવતી સ્વીફ્ટ ગાડી નંબર GJ 08 AJ 2029 નંબરની ગાડી ઘાટી પર આવતા ટ્રક ની બ્રેક ફેલ થઇ ગયા બાદ આ ટ્રક માર્ગ પર પડતા સામે થી આવતી કાર પર પથ્થરો ભરાઈ ગયા હતા
આ અગાઉ પણ ત્રિસુલીયા ઘાટ પર અકસ્માત વધુ સર્જાયા છે જે પિકઅપ ડાલું અને લગજરી બસને નડયો હતો આ તમામ અકસ્માત માં આશરે 40 થી 50 જેટલા લોકોના મોત નિપજ્યા હતા તે ઘટના ને લઈ તંત્ર હરકતમાં આવ્યું હતું અને આરટીઓ અધિકારીને સપેન્ડ પણ કર્યા હતા તો આવા બેફામ ગાડીઓ હંકારતા વાહન ચાલકો પર કેમ કોઈ કાર્યવાહી થતી નથી? આ ફોર લાઇન નું કામ હજુ તો ચાલુ છે તો પણ આવી મોટી ઘટના બની હતી તો રોડ પૂરો થશે તો મોટી અંનહોની ન થાય અને બમ્પ મુકવામાં આવે તેવું ત્રિસુલીયા ઘાટ પર અનેક લોકોનું મનતવ્ય સાંભળવામાં આવ્યું હતું તેમાંય વધુમાં જણાવાનું કે લોકો દ્વારા એમ પણ સાંભળવામાં આવ્યું હતું કે આવા માથાભારે ટ્રક ચાલકો પર કેમ કોઈ ઠોસ પગલાં લેતું નથી.