જીવનના અહેસાસ….?

“સાહસ”
સાહસ શબ્દ આપણે સામાન્ય રીતે આર્થિક બાબતે કે પછી કોઈ લાંબી મુસાફરી બાબતે ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ સાહસ એ હકીકતમાં ફક્ત કોઈ આર્થિક બાબત કે પછી લાંબી મુસાફરી નથી હોતુ. સાહસ એ અનેક રીતે એક આંતરિક ઘટના છે, જે તમને ભૌતિક કરતા અભૌતિક બાબતોમાં ઉપયોગી છે. સાહસ એ ‘ઓળખાણ’, ‘સંબંધ’ ‘પ્રગતિ’, ‘પ્રસિદ્ઘિ’, ‘દ્વેષ’, ‘વેશ’ જેવા આંતરિક અહેસાસ માટે લાગુ પાડી શકાય.
“ઓળખાણ”
ઓળખાણ એ એવા વ્યક્તિ માટે કહી શકાય કે જે વ્યક્તિને કામ પડે ત્યારે જ યાદ કરવામાં આવતો હોય તો કોઈ અજાણ્યા માણસ કે જેને અચાનક મળ્યા હોય તેના વિશે ગહનતાથી ન જાણતા હોઈએ પરંતુ કોઈ કામ દ્વારા તેના સંપર્કમાં આવતા ઓળખાણ બનશે, આ ઓળખાણ બનાવવી અને પોતાની ક્ષમતાથી એ જાળવી રાખવી એ પણ એક પ્રકારનું સાહસ કહી શકાય.
“સંબંધ”
કોઈ અજાણ વ્યક્તિ સાથે સંપર્કમાં આવતા પછી વધુ સમયે સાથે કામ કરવાથી અજાણી વ્યક્તિ સબંધી બની જશે, આમ..,સાથે કામ કરવા માટે અજાણ વ્યક્તિ સાથે પોતાની આવડતથી તાદાત્મ્ય સાદી તાલમેલ કેળવી સંબંધ બનાવવો અને જાળવી રાખવો પણ સાહસ કહી શકાય.
“પ્રગતિ”
પ્રગતિ દરેક માણસ ઝંખે છે, પોતાની ક્ષમતા મુજબ દરેક માણસ પ્રગતિ સાધવા ડગ માંડે છે, આ પ્રગતિ સાધવા માટેની હિંમતને પણ સાહસ કહી શકાય. નિરમા પાવડર તથા સાબુના વહેપારી કરસનભાઈ પટેલે શરૂઆત સાયકલ ફેરીથી કરેલી પછી પોતાના સાહસ અને હિંમતથી મોટી કંપની સ્થાપી અને હાલ નિરમા કંપની અલગ જ ઉપમા ધરાવે છે. સાહસથી પ્રગતિ મેળવ્યા બાદ પ્રગતિ પર સ્થાન જાળવી રાખવા પણ સાહસ જોઈએ. કેમકે પ્રગતિના શિખરો સર કર્યા પછી ઊંચાઈ પર સ્થાન જાળવી રાખવુ પણ એટલું જ મહત્વનું છે, કેમકે એક-બે પગથીયે થી પડતા ઓછી ઇજા થાય છે પરંતુ વધુ ઊંચાઈએથી પડતા વધુ ઈજાગ્રસ્ત થવાય છે.
“પ્રસિદ્ધિ”
પ્રસિધ્ધિ મેળવ્યા પછી દરેકની ટીકા ટિપ્પણીઓ વચ્ચે પણ પ્રસિદ્ધિ જાળવી રાખવી પણ સાહસ છે.
“દ્વેશ”
કોઈ વ્યક્તિ સાથે દ્વેશથી થયેલ દુશ્મન બનાવવા અને તેની સામે ટકી રહેવા માટે પણ સાહસ શબ્દ વાપરી શકાય.
“વેશ”
અલગ સંસ્કૃતિ અને રીત રિવાજો ધરાવતા દેશમાં પોતાના પહેરવેશમાં જવું પણ સાહસ કહી શકાય, જેમકે કોઈ ભારતીય સંસ્કૃતિ અને ભાતીગળ રૂઢિચુસ્તતા અને માન્યતાઓ ધરાવતા સમાજના વિસ્તારમાં વિદેશી પોશાક પહેરીને પહોંચવું પણ સાહસ કહી શકાય એવી જ રીતે વિદેશી સંસ્કૃતિ ધરાવતા પ્રદેશમાં પોતાની રૂઢિચુસ્તતા અને સંસ્કૃતિના પોશાક પહેરીને પહોંચવું સાહસ કહી શકાય.
આમ, સાહસ શબ્દ એ પ્રેમ, લાગણી, મિત્રતા, દુશ્મની, ભક્તિ સંબંધ, સંસાર, સંન્યાસ, માન્યતા, નિયમ, આચાર -વિચાર, ઓળખાણ, પ્રગતિ, પ્રસિદ્ધિ, દ્વેશ, વેશ વગેરે જેવા અનેક આંતરિક અહેસાસ માટે લાગુ પાડી શકાય….!
મારી કલમે,
લેખક : હિરલ ગોસ્વામી -ડીસા(બ.કા.)
રિપોર્ટ : તુલસી બોધુ, બ.કા
દૈનિક લોકાર્પણ ન્યૂઝ