પંચમહાલ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસો મળતા નવા કન્ટેઇન્મેન્ટ વિસ્તારો જાહેર કરાયા

પંચમહાલ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસો મળતા નવા કન્ટેઇન્મેન્ટ વિસ્તારો જાહેર કરાયા
Spread the love

પંચમહાલ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી મહેન્દ્ર એલ. નલવાયા (જી.એ.એસ.) દ્વારા ધી એપિડેમિક ડિસીઝ એક્ટ ૧૮૯૭ની કલમ-૨ અન્વયે મળેલ અધિકારની રૂએ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૩૦ તથા કલમ-૩૪ હેઠળ જિલ્લાના કેટલાક વિસ્તારોને કન્ટેઈનમેન્ટ વિસ્તારો જાહેર કરી નિયંત્રણો જાહેર કરતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. હાલોલ નગરપાલિકામાં સમાવિષ્ટ સાંઈપાર્ક સોસાયટી અને લકુલીશ નગર સોસાયટી વિસ્તારોને કન્ટેઈન્મેન્ટ એરિયા તરીકે જાહેર કરી અવરજવર પર નિયંત્રણ જાહેર કરવામાં આવ્યા છે. સાંઈ પાર્ક સોસાયટીના ૯ મકાનો અને લકુલીશ નગર સોસાયટીના ૬ ઘરોના વિસ્તારને કોરોના પ્રભાવિત વિસ્તાર તરીકે ઓળખાવી કન્ટેઇનમેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યા છે.

આ વિસ્તારોમાંથી કોરોના પોઝિટીવ વ્યક્તિઓ મળી આવતા આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાનમાં રાખીને જે-તે વિસ્તારના અન્ય લોકોમાં સંક્રમણ ફેલાય નહીં તે હેતુસર આ વિસ્તારોને કન્ટેઈન્મેન્ટ વિસ્તારો જાહેર કરવામાં આવ્યા છે. જાહેરનામા અનુસાર, કન્ટેઈન્મેન્ટ એરિયામાં આવતા તમામ રહીશોએ આ વિસ્તારોના જાહેર ફળિયા કે સ્થળોએ બિનજરૂરી અવરજવર કરવી નહિ તેમજ જાહેર સ્થળોએ ફરજિયાતપણે માસ્ક પહેરવાનો રહેશે અથવા તો મોઢું અને નાક વ્યવસ્થિત રીતે કાપડથી ઢાંકવાના રહેશે. આ તમામ રહીશોના સંબંધિત ઈન્સીડન્ટ કમાન્ડર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી અને તેમના દ્વારા અધિકૃત કરેલા અધિકારીની પૂર્વ મંજૂરી વિના કન્ટેન્મેન્ટ એરિયાની બહાર નિકળવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ જાહેરનામું આગામી હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ તેમજ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ ૫૧ થી ૫૮ની જોગવાઈઓ અનુસાર શિક્ષાને પાત્ર ઠરશે. આ હુકમ સરકારી ફરજ, કામગીરી અને સરકારી-અર્ધ સરકારી એજન્સી, સરકારી- પ્રાઇવેટ દવાખાના સ્ટાફ તથા ઇમરજન્સી સેવા સાથે સંકળાયેલ વ્યક્તિઓને કે જેમને અનુમતિ અપાયેલી છે તેમને લાગુ પડશે નહીં. તેમજ પંચમહાલ જિલ્લાના 40% કરતાં ભી વધું કેશો જિલ્લના હાલોલ નગરમાં નોંધાતાં. પંચમહાલ જિલ્લના રેન્જ I. G એ તા. 14/07/20ના રોજ પંચમહાલ જિલ્લા ના કાલોલ હાલોલ નગરના કન્ટેન્મેન્ટ એરિયાઓ ની મુલાકાત લીધી હતી.

પંચમહાલ જિલ્લા રેન્જ I. G., S.P લીનાબેન પાટીલ, હાલોલ P. I ડાભી, તેમજ અન્ય પોલીસ સ્ટાફ સાથે, હાલોલ નગરના કન્ટેન્મેન્ટ ઝોન ની મુલાકાત લઈ સમીક્ષા કરી હતી. સમગ્ર જિલ્લા માં 269 કેશો ઉપરાંત હાલોલ 119 કેશો દિન પ્રતિ દિન ગતિ રોધ થઈ રહ્યા છે. તો આ કોરોના ને નાથવા WHO ની ગાઈડ લાઈન મુજબ અને સરકારશ્રી ની ગાઈડ લાઈનનું જે કોઈ પાલન ના કરે તેના સમક્ષ કડકથી કડક પગલાં લેવા સૂચન કરિયા હતાં. વધુમાં પંચમહાલ જિલ્લના હાલોલ નગરમાં કોરોના સામે જંગ લડવા માટે અમો દિન રાત એક કરી ને કોરોના સામે જંગ લાડવા માટે પંચમહાલ પોલીસ જી જાન લગાવી લોકોની રક્ષા માટે ઉભા પગે ફરજ બજાવીસુ. અને કોરોનાની ગાઈડ લાઈન નું પાલન કરવા પ્રજા સમર્થન આપશે તો અમો ચોક્સ પંચમહાલ જિલ્લા અને હાલોલનગરમાં કોરોના ને નાથ નાખવામાં સફળ રહીશુ. જો પ્રજા કોરોના ની ગાઈડ લાઈન નું પાલન નહીં તો કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવાની ફરજ પંચમહાલ પોલીસ તંત્રને પડશે.

પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)

IMG-20200715-WA0067.jpg

Irfan Shaikh

Irfan Shaikh

Right Click Disabled!