વડોદરા : સસ્તા ભાવે સોનાના બિસ્કીટની લાલચ આપીને 72 લાખ રૂપિયા લઇને ફરાર થયેલાની ધરપકડ

સોના-ચાંદીનો વ્યવસાય કરતા વેપારીને બજાર કરતા સસ્તા ભાવે સોનાના બિસ્કીટ આપવાની લાલચ આપી રૂપિયા 72 લાખ લઇને ફરાર થઇ ગયેલા ભેજાબાજ ત્રિપુટી પૈકી વધુ એક આરોપી બહેતુલ્લાખાન ઉર્ફે રાજુ ઉર્ફે નાસીરખાનની પોલીસે 6.92 લાખ રૂપિયા સાથેધરપકડ કરી છે. આ પહેલા પોલીસે એકઆરોપીની ધરપકડ કરી હતી અને તેની પાસેથી રૂપિયા 20.34લાખ કબજે કર્યાં હતા.
ભેજાબાજે 3 કિલો સોનાના 30 બિસ્કીટ 72 લાખમાં આપવા માટે વિશ્વાસ આપ્યો હતો
ભરૂચની ઝાડેશ્વર ચોકડી પાસે આવેલા એ-602, મહામાંગલ્ય રેસિડેન્સીમાં વિરલભાઇ સતીષભાઇ ચોક્સી રહે છે. તેઓ નોકરી કરવા સાથે સોના-ચાંદીનો પણ વ્યવસાય કરે છે. તેઓને ભરૂચ જિલ્લાના કેલોદ ગામન ભેજાબાજ યોગેન્દ્રસિંહ ઉર્ફ દત્તુ નાગજી જાદવનો સંપર્ક થયો હતો. ભેજાબાજે બજાર કરતા સસ્તા ભાવે 3 કિલો સોનાના 30 બિસ્કીટ રૂપિયા 72 લાખમાં આપવા માટે વિશ્વાસ આપ્યો હતો અને વડોદરા હાઇવે ઉપર આવેલા ભાઇકાકા પાર્ટી પ્લોટ પાસે 3 જૂનના રોજ રૂપિયા 72 લાખ રૂપિયા લઇને બોલાવ્યા હતા.
ભેજાબાજે વેપારી પાસેથી 72 લાખ લીધા બાદ સોનાના બિસ્કીટ નહીં આપીને સાગરીતો સાથે ફરાર થઇ ગયો હતો
વેપારી વિરલ ચોક્સી રૂપિયા 72 લાખ રોકડા લઇને વડોદરા હાઇવે ઉપર ભાઇકાકા પાર્ટી પ્લોટ પાસે સસ્તા ભાવના સોનાના બિસ્કીટ લઇને આવી પહોંચ્યા હતા. જ્યાં ભેજાબાજ યોગેન્દ્રસિંહ ઉર્ફ દત્તુ જાદવ અને તેના બે સાગરીતો રાજુ અને મનોજ રૂપિયા 72 લાખ વેપારી વિરલ પાસે લીધા બાદ સોનાના બિસ્કીટ નહીં આપી., રોકડ રૂપિયા 72 લાખ લઇ ફરાર થઇ ગયા હતા. દરમિયાન વિરલ ચોક્સીએ આ બનાવ અંગેની ફરિયાદ બાપોદ પોલીસ મથકમાં નોંધાવી હતી. બાપોદ પોલીસે ગુનો નોંધી ભેજાબાજ ત્રિપુટીની તપાસ શરૂ કરી હતી.
પોલીસે બાતમીના આધારે ભેજાબાજ આરોપીની ધરપકડ કરી
બાપોદ પોલીસ મથકના પી.આઇ. વી.પી. ચૌહાણના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.એસ. સુતરીયા, પી.એસ.આઇ. વી.એમ. પરમાર તેમજ સ્ટાફના એ.એસ.આઇ. જયંતિભાઇ, પ્રવિણકુમાર, નિપુલભાઇ તેમજ જયરામભાઇએ બાતમીના આધારે ભેજાબાજ ત્રિપુટી પૈકી યોગેન્દ્રસિંહ ઉર્ફ દત્તુ જાદવની ધરપકડ કરી હતી. અને તેની પાસેથી રૂપિયા 72 લાખ પૈકીના 20.34 લાખ રૂપિયારોકડા કબજે કર્યા હતા. હવે પોલીસેઆ ગુનામાં ફરારએક આરોપી બહેતુલ્લાખાન ઉર્ફે રાજુ ઉર્ફે નાસીરખાન(રહે,મહેસાણા)ની પોલીસે 6.92 લાખ રૂપિયા સાથેધરપકડ કરી છે.
પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)