રાજપીપળામા ચાર મહિના પછી વીજકંપનીએ ગ્રાહકોને તગડા બિલો ફટકારતા ગ્રાહકોમા રોષ

- લોકડાઉનમાં પણ વીજ કંપની દ્વારા ઉઘાડી લૂંટ
- લોકડાઉનના કપરા સમય માંગ્રાહકો ને ચાર ઘણો બોજ
- એક શિક્ષક નુ 18હજારનુ બીલ આવતા શિક્ષક ચોકી ઉઠ્યા
- સરેરાશ યુનિટના આધારે બિલો ફટકારતા સ્ટેજ વધી જવાથી બીલની રકમ વધી
- ચાર મહિના પછી આવેલ ત્રણ થી ચાર ગણા બીલો ભરવા ગ્રાહકો આર્થિક સંકટમાં
- દર મહીને વીજ ફાડવાને બદલે મીટર રીડરે કહ્યુ લોકડાઉનના વીજ બીલ ફાડવાની અમને પરવાનગી નથી
રાજપીપલામા દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ચાર મહિના પછી વીજ બિલો આવતા ચાર મહિનામા યુનિટ વધી જતા તગડા બિલો ફટકારતા લોકો ફફડી ઉઠ્યા હતા.એક શિક્ષકનુ 18હજારનુ બીલ આવતા શિક્ષક ચોકી ઉઠ્યા હતા .અને કચેરીએ ફરિયાદ કરવા દોડી ગયા હતા. આશ્ચર્યની વાત એ હતી કે બીલ આવે તે પહેલા ગ્રાહકોને મીટર રીડિંગ કર્યા વગર એડવાન્સમા બિલની રકમ સાથે મોબાઇલ નંબર પર ગ્રાહકો ને વૉટ્સએપ મેસેજ થી વીજ બિલો એવરેજ સરેરાશ વપરાશનુ રીડિંગ ગણીને વીજ બિલો ફટકારી દેતા યુનિટ અને સ્લેબ વધી જતા તગડા બિલો આવતા લોકો ને કોરોનામા વીજ બીલનો તાવ આવી ગયો હતો !
ખાટલે મોટી ખોડ એ હતી કે વર્ષોથી દર મહિને વીજ બીલ ફાડવાને બદલે બે અઢી મહિને ગ્રાહકો ને વીજ બિલો આપી ગ્રાહકોને લૂંટતા વીજ કંપની ના અધિકારીઓએ હાલ લોકડાઉનના કપરા સમયમા હોય એમ ચાર મહિને બિલો મોકલ્યા હતાજેને કારણે બિલની રકમ ત્રણ થી ચાર ગણી વધી જતા ગ્રાહકો મુશ્કેલી મા મુકાઈ ગયા હતા. બીજી બાજુ સરકારની જાહેરાત મુજબ બિલો માં સરકારી રાહત તો અપાઈ જ નથી . ઉલટ ચાર મહિને બિલો આવતા ગ્રાહકોના યુનિટી ચાર ઘણા આવે જેના કારણે સરકારી રાહત મુજબ અમુક યુનિટની નીચેના બિલો માજ સરકારી રાહત મળે તેમ હોવાથી ચાર મહિના બાદ મોટા ભાગના ગ્રાહક ના યુનિટવધી જતા રાહત મલી નથી.
આમ ગ્રાહકોને છેતરી વીજ બીલ નાનામે ઉઘાડી લૂંટ ચલાવતા વીજ કંપની ના અધિકારીઓ લોકડાઉનમાં પણ ગ્રાહકોની સાથે છેતરપિંડી કરી રહ્યા હોય, એવી લાગણી અનુભવતા ગ્રાહકોમા ભારે રોષ જોવા મલ્યો છે. આ અંગે ગ્રાહકો આંદોલનના મૂડમાં આવી ગયા છે. કેટલાક ગ્રાહકો વીજ કચેરીએ દોડી ગયા હતા અને ઉગ્ર રજૂઆતો કરી હતી.રીડિંગ લેવા આવેલા મીટર રીડરો ને ગ્રાહકો ફરી વળયા હતા તો મીટર રીડરે તોછડો જણાવ્યુ હતુ કે અમે શુ કરીએ ? લોકડાઉનમા અમને રીડિંગ લેવા જવાની પરવાનગી નહોતી.જોકે કેટલાક ગ્રાહકો હવે ગ્રાહક સુરક્ષામા જવાની પણ તૈયારી કરી રહ્યા છે .આ અંગે વીજ સત્તાવાળાઓ ગ્રાહકોને બે મહિનાના બિલો આપે અને રાહત આપે તેવી પણ માંગ ઉઠી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ (રાજપીપલા)