ગોધરા : પંચમહાલની પંચામૃત ડેરીની લેબોરેટરીમાં કોરોનાની દસ્તક

- ડેરીની લેબોરેટરીમાં કામ કરતા વ્યક્તિને કોરોના પોઝિટીવ આવતા ૧૫ લોકોને કવૉરેન્ટાઈન કરાયા
- લેબ કર્મીને કોરોના પોઝિટીવ આવતા સ્થાનિક અધિકારીઓ ચિંતામાં
ગોધરા સ્થિત આવેલી પંચામૃત દુધની ડેરીની લેબોરેટરી વિભાગમાં ફરજ બજાવતા યુવકને કોરોના પોઝિટીવ આવ્યો છે જેને લઈ ૧૫ લોકોને કવૉરેન્ટાઈન કરાયા છે પંચામૃત ડેરીમાં કોરોનાએ દીધેલી દસ્તક ગંભીરતા તરફ ઈશારો કરે છે કારણકે ડેરી વિભાગ આવશ્યક ક્ષેત્રમાં આવે છે અને લોક જરૂરીયાતના મુખ્ય સ્ત્રોત સમાન છે ત્યારે ડેરીને કાર્યરત રાખવી ખુબજ જરૂરી છે પંરતુ પંચામૃત ડેરીમાં કોરોનાની એન્ટ્રી ખુબજ બિહામણી ખબર સમાન છે હાલ ડેરી વિભાગમાં સેનેટરાઈઝ કરવામાં આવી રહ્યુ છે.
પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)