રાજકોટ જેલમાંથી મોબાઈલ મળવાના કેસમાં સીટ દ્વારા વધુ એક કેદીની ધરપકડ

રાજકોટ જેલમાંથી મોબાઈલ મળવાના કેસમાં સીટ દ્વારા વધુ એક કેદીની ધરપકડ
Spread the love

રાજકોટ શહેર જીલ્લા જેલમાંથી પ્રતિબંધિત એવી તમાકુ, બીડી, ફાકી, મોબાઈલ, સીમકાર્ડ, બેટરી અને ચાર્જર સહિતની વસ્તુઓ અવારનવાર મળતી હતી. જેથી સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઉઠવા પામતા હતા. દરમિયાન આ પ્રતિબંધિત વસ્તુઓ મળવાની ઘટનામાં મૂળ સુધી પહોંચવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે સીટની રચના કરી હતી.  જેમાં A.C.P પ્રમોદ દિયોરા, પ્ર.નગર P.I એલ.એલ.ચાવડા, P.S.I બી.વી.બોરીસાગર અને D.C.B. P.S.I એચ.બી. ધાંધલ્યાની નિમણુંક કરાઈ હતી.

દરમિયાન ૪ જૂનના રોજ જેલમાંથી મળેલા મોબાઈલના I.M.E.I નંબર આધારે C.D.R મેળવી ચકાસણી કરતા જેલમાં હત્યાના ગુનામાં સજા ભોગવતા વાલ્મીકીવાડીના સાવન ઉર્ફે લાલી સંજયભાઈ વાઘેલાની સંડોવણી ખુલતા કોર્ટથી ટ્રાન્સફર વોરંટ મેળવી ધરપકડ કરી હતી. આ કૌભાંડમાં જેલના કોઈ કર્મચારીઓની ધરપકડ ક્યારે તે તરફ સીટ કમિટી કામ કરી રહી છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200725-WA0054.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!