રાજકોટ : Facebook પોસ્ટ પર કોમેન્ટ કરનાર યુવકના કારખાનામાં 20 લોકોની બઘડાટી

રાજકોટ : Facebook પોસ્ટ પર કોમેન્ટ કરનાર યુવકના કારખાનામાં 20 લોકોની બઘડાટી
Spread the love

રાજકોટ શહેર કારખાનેદાર પ્રતિક ટોપીયાએ આઠેક દિવસ પૂર્વે Facebook ફેન્ડ મેહુલ પાટીદારે મુકેલી પોસ્ટ પર કોમેન્ટ કરી ઇમોજી મુકયું હતું. જયારે સામા પક્ષે જીતેષ તોગડીયાએ ગાળા લખી હતી. ત્યારબાદ આ મેટર પૂરી થઇ ગઇ હતી. એ પછી કારખાનેદારે જીતેષ તોગડીયાને તેના મોબાઇલ નંબર પર ફોન કરી ‘તું શું કામ ગાળો આપે છે’ તે બાબતે બોલાચાલી થયા બાદ ઝડઘો થયો હતો. જે ઝઘડાનો ખાર રાખી જસ્મીન પીપળીયા, જીતેષ તોગડીયા સહીત ર૦ જેટલા માણસો ધારીયા-તલવાર, છરી, ધોકા લઇ વીરાણ અઘાટમાં આવેલા પટેલ કારખાનેદાર ને ત્યાં દોડી જઇ ધોકા પછાડી ધમાલ ચકડી કર્યા બાદ કારખાનેદારને ધમકી આપી હતી. જેથી કારખાનેદાર પોતાની ઓફીસમાં છુપાઇ જઇ પોલીસને જાણ કરી હતી.

ભકિતનગર પોલીસે દોડી જઇ C.C.T.V કુટેજના આધારે ધમાલ મચાવનાર સામે ગુનો નોંઘ્યાનું તપાસમાં ખુલ્યું છે. ભકિનગર પોલીસે અમીન માર્ગ પીરામિડ ટાવર પાસે ગુલાબ વાટીકામાં રહેતા પ્રતિક દિનેશ ટોપીયા (ઉ.૨૯) ની ફરીયાદ પરથી S.P.G ગ્રુપ રાજકોટના જસ્મીન પીપળીયા, જીતેષ તોગડીયા, મહેન્દ્ર વાછાણી, નૈમીષ કાકડીયા, રાજુ વઘાસીયા, સંજય અજાણી, લાલજી ચોવટીયા તથા અજાણ્યા ૧પ થી ર૦ શખસો સામે I.P.C ૧૪૩,૧૪૪,૫૦૪,૫૦૬ (ર) મુજબ ગુનો નોંઘ્યો છે. બનાવ અંગે P.S.I એસ.એન.જાડેજાએ ૮ શખ્સોની ધરપકડ કરી છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200725-WA0060.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!