શું તમે જાણો છો કે ઓન-સ્ક્રીન કપલ વિદ્યા બાલન અને જિશુ સેનગુપ્તા ઓફફ-સ્ક્રીન ગુનામાં ભાગીદાર છે?

એમેઝોન પ્રાઈમ વિડિયો પર શકુંતલા દેવીના વૈશ્વિક પ્રસારણના થોડા દિવસ પૂર્વે એક એ સચ્ચાઈનો પર્દાફાશ થયો છે કે વિદ્યા બાલન અને જિશુ સેનગુપ્તા ફિલ્મના સેટ્સ પર ઓફફ-સ્ક્રીન મજાકમસ્તી કરવાના એકસમાન હિત ધરાવે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે શૂટ દરમિયાન તેઓ મળીને ક્રુની બહુ મજાકમસ્તી કરતાં હતાં, જોક્સ કરતાં હતાં અને એકબીજા સાથે બંગાળીમાં બોલતાં રહેતાં હતાં, જેને લીધે સેટ્સ પર હાસ્યકલ્લોળ ઊભો થતો હતો. તેઓ નૃત્ય કરતાં, ધીંગામસ્તી કરતાં અને ભરપૂર મોજમસ્તી કરતાં હતાં, જેને લઈ તેમની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રી પણ જોવાનું મજેદાર બની રહેશે. એ વાત પણ બહાર આવી છે કે વિદ્યા બાલન જ આ નટખટ હરકતો પાછળની સૂત્રધાર હતી.
આ વિવિધ હરકતો વિશે સેટ્સ પરનાં સૂત્રોએ જણાવ્યું હતું કે શૂટ દરમિયાન વિદ્યા અમારાં જેકેટ્સ પર ચોકથી ચીતરામણ કરતી, લોકોનાં નામ મોજીલા અવાજમાં બોલાવતી અને ત્યાર પછી તેઓ મૂંઝવણમાં મુકાતાં જોરજોરથી હસતી રહેતી હતી. તે ક્રુના ફોન છુપાવી દેતી અને બધાને ચીડાવતી પણ હતી. ક્રુ પણ આ કપરા દિવસોમાં તેની હળવીફૂલ મસ્તીમાં બધું ભૂલી જતા હતા અને તેનું હાસ્ય સાંભળીને અને તેના ચહેરા પર સ્મિત જોઈને પોતે પણ હસવાનું રોકી શકતા નહોતા. શકુંતલા દેવીમાં વિદ્યા બાલન મુખ્ય ભૂમિકામાં છે. માનવી કોમ્પ્યુટર તરીકે દુનિયામાં લોકપ્રિય બનેલી, ગણિત દિગ્ગજ, લેખિકા અને જ્યોતિષ શકુંતલા દેવીના અસાધારણ જીવન પર આધારિત આ ફિલ્મ છે. વિદ્યા બાલન શકુંતલા દેવીની ભૂમિકામાં છે. ફિલ્મ ૩૧ જુલાઈએ એમેઝોન પ્રાઈમ વિડિયો પર રિલીઝ થઈ રહી છે, જે જોવાનું ચૂકશો નહીં.