“સંપૂર્ણ રીતે હું મારી જાતને તમાશાના વેદની સાથે સાંકળુ છું,” એમ જણાવે છે, નિશાંત સિંઘ મલકાણી

“સંપૂર્ણ રીતે હું મારી જાતને તમાશાના વેદની સાથે સાંકળુ છું,” એમ જણાવે છે, નિશાંત સિંઘ મલકાણી
Spread the love

લોકડાઉન ધીમે-ધીમે ખૂલી રહ્યું છે અને સમગ્ર દેશના લોકો નવા સામાન્ય જીવન તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે ઝી ટીવીએ પણ તેના શોનું શૂટિંગ ચાલુ કરી દીધું છે અને તેઓ તેના આ પ્રવાસમાં દર્શકો તમારા ચહિતા ડિનર ટેબલના સાથી એવા ચહિતા પાત્રોની સાથે જોડાવવા માટે તૈયાર છે. ગુડ્ડન તુમસે ના હો પાયેંગાએ લોકોના ચહિતા શોમાંનો એક છે, જેના નવા એપિસોડની શરૂઆત 13મી જુલાઈથી થઈ ગઈ છે. આ શોનું મુખ્ય પુરુષ પાત્ર નિશાંત સિંઘ મલકાણીએ પણ શોનું શૂટિંગ શરૂ કરી દીધું છે. પરંતુ તાજેતરમાં જ તેને જણાવ્યું કે, જ્યારે પણ શક્ય હોય ત્યારે તેને મૂવી જોવું ખૂબ જ ગમે છે. ખરેખર તો, એને એવું લાગે છે કે, મૂવી તેને વધુ શિખવે છે અને વધુ કળામાં મદદ કરે છે.

વધુમાં, તે જણાવે છે કે, ઇમ્તિઆઝ અલીની તમાશાએ તેના પર ખૂબ જ અસર કરી છે અને સિનેમા પ્રત્યે રસ જગાવવામાં પણ મદદ કરી છે. તેને એવું લાગે છે કે, તેનું જીવન તમાશાના વેદ (પાત્ર રણબિર કપૂર દ્વારા કરવામાં આવ્યું છે)ના જીવન જેવું છે. નિશાંતના જણાવ્યા અનુસાર, “એક મૂવી જેને સિનેમા પ્રત્યેના મારા રસને જગાડ્યો હતો તે છે, ઇમ્તિયાઝ સરની તમાશા. હું એ મૂવીને મારા દિલથી ખૂબ જ નજીક ગણું છું, કારણકે તેના મુખ્ય પાત્ર વેદની સાથે હું ઘણી સમાનતા ધરાવું છું. વેદની જેમ જ હું નાના શહેરના પરિવારમાંથી આવું છું અને મારા માતા-પિતા પણ આંકડા, ટકા તથા શાળાકીય અભ્યાસના મહત્વ પર ભાર મૂકતા
હતા અને તેમને ચિંતા હતી કે, ભવિષ્યમાં આપણે બધાને જીવવા માટે જરૂરી ગુણવત્તાને કઈ રીતે એકલા સંભાળી શકશે.

મારા બાળપણથી જ મારા પર આ સૌથી મોટું દબાણ હતું. હું આ બધી બાબત વિશે મારા માતા-પિતાને દોષી નથી ઠેરવતો, એ હકિકતથી પણ ઇન્કાર નથી કરતો કે, એવા પણ બાળકો છે, જે તેની આસપાસની દુનિયાને રંગીન કાચની નજરોથી જૂએ છે અને તેમની સર્જનાત્મક્તા જીવનને વધુ પ્રભાવિત કરે છે.” પરિવારના સર્જનાત્મક્તાના વારસાને આગળ વધારતા, મોટો થતો નિશાંત તેના માતા-પિતાની સાથે ચર્ચા કરતો, જેઓ તેમને વધુ લોજીકલ તથા પ્રેક્ટિલ જીવન જીવવા તરફ આગળ વધવા માર્ગદર્શન આપતા હતા. આ નાની-નાની બાબતો તેમને હતાશ કરી નાખતી હતી અને તેમાંથી બહાર આવવા તથા સર્જનાત્મક્તાની અને કલાની ઉજવણી કરીને દિલાસો મેળવતા હતા.

“શાળાના દિવસોમાં પાછા જઈ તો, જ્યારે મારો સ્કોર સારો ન’તો થયો અને સાથોસાથ મારા પડોશીઓ તથા મારા મિત્રોનો સ્કોર પણ સારો ન હતો, ત્યારે મને એવું લાગતું હતું કે, હું નકામો કે પછી લૂઝર્સ પ્રકારનો છું, જે ખરેખર ત્રાસદાયી હતું. મારો તેના પ્રત્યેનો ધિક્કાર વધતો ગયો અને મને થોડો તનાવ થતો ગયો. પરંતુ
તેનાથી જ મને ખબર પડી કે, હું એકેડેમિકમાં સારું નથી કરી શકતો, પરંતુ મારા માટે કંઈક વધુ મોટું અને વધુ સારુ રાહ જોઈ રહ્યું છે. અને આ ખરેખર સંયોગ હતો કે, મને એક્ટિંગનો મોકો મળ્યો અને કઈ રીતે એક્ટિંગ કરવી એ સમગ્ર શિખવાની પ્રક્રિયાને મેં ખૂબ જ માણી. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન મેં પ્રેક્ટિકલ રીતે મારી જાતને શોધી અને સ્વિકારી અને મારા ખરેખર લાગણીને સ્પર્શી શક્યો. ઇમ્તિયાઝ સરના વેદની જેમ, મને પણ એ વાત બહું મોડેથી સમજાઈ કે, હું એક અભિનેતા બનવા ઇચ્છતો હતો અને વ્યવહારિક રીતે જ્યારે એક દરવાજો ખૂલે ત્યારે સમગ્ર વિશ્વ તેમાંથી બહાર આવે છે, એવું લાગ્યું હતું. તો, હું મારા સમગ્ર પ્રવાસને એક કોસ્મિક લેવલ (સમગ્ર રીતે) ઇમ્તિયાઝ સરના વેદની સાથે સાંકળું છું.”

ખાસ તો, તમાશા જેવી મૂવી ક્યારેક નિશાંત સિંઘ મલકાણીને પ્રેરિત કરે છે ત્યારે ગુડ્ડન તુમસે ના હો પાયેંગામાં તેના અક્ષતના પાત્રમાં કેટલાક અચાનક આવેલા વણાંકનો સામનો કરશે. એક દર્શક તરીકે, હવે, ગુડ્ડન (કનિકા માન) અને અક્ષત જિંદાલ (નિશાંત સિંઘ મલકાણી) વચ્ચેની કેમિસ્ટ્રીને ફરીથી જોવા માટે ઉત્સાહિત છીએ, જેમાં તેઓ સમગ્ર પરિવાર ગુડ્ડનના ગર્ભાધારણની ઉજવણી કરે છે. જો કે, ગંગાના ખરાબ વિચારો ગુડ્ડન અને તેના બાળકને નુક્શાન પહોંચાડવાનો છે. જે વાર્તાને એક મોટો વણાંક મળશે અને દર્શકોને આગામી એપિસોડમાં લઈ જવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. તો ગુડ્ડન તુમસે ના હો પાયેંગા જોવાનું ચુકશો નહીં, સોમવારથી શુક્રવાર સાંજે 8 વાગે ફક્ત ઝી ટીવી પર !

01 Nishant-Singh-Malkhani-2.jpg

Admin

Darshan TVM PR

9909969099
Right Click Disabled!