“મર્મભેદ..” નોંધારી જિંદગી.. કોઈ નો આધાર

આધાર તારો બની ગયો ને ધાર વગરનો….થઈ ગયો,
દોધારી આ જિંદગીમાં, અનરાધાર હુ….વરસી ગયો.
સપ્ત પદી ના ચાર ફેરામાં, મને ફેર ઘણો….પડી ગયો,
ફેરાની આ ફેરવણી માં, મને…ફેર ઘણો….ચડી ગયો.
આકાશને સમાવું આંખોમાં, ગઢ પણ આ જીતાઇ ગયો,
આકાશી મહામારીએ, શૂન્યાવકાશે લિસોટો..પડી ગયો.
આશાના તેજ તિમિરે, હકીકતે સમરાંગણ….ખેલી ગયો,
યુદ્ધ ના બે મહાદળોએ , વષ્ટિ નો વરસાદ…ફરકી ગયો.
હૈયે હેત અનેરા ઉમટ્યા, કલગીદાર મોરલો ગહેંકી ગયો,
હામ ગળી હિમાળે હ્રદયના, હરખ નો માંડવો ફટકી ગયો.
થથરી ઊઠયા દીવા માઈસાઈના, પવન બેચેન ફરી બની ગયો,
હાથ ન રહે હૈયું કો’ સંજોગે,.. ‘શિલ્પી.’… મસાણમાં મર્મભેદ પામી ગયો.
——————————–
(કવિ) શ્રી પંકજ દરજી ‘શિલ્પી’