રાજાની પોતાના રજવાડાં પર નજર, મારી રૈયતમાં કોઈ તકલીફ તો નથી ને…

ગિરમાં અને આફ્રિકાના જંગલોમાં વસતા સાવજોના સંરક્ષણ માટે દર વર્ષે 10 ઓગષ્ટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સિંહ જંગલનો રાજા ગણાય છે. વનવિભાગ આ દિવસની ઉજવણી માટે અનેક તૈયારીઓ કરે છે. ત્યારે ગિર પૂર્વ વનવિભાગની હડાળા રેન્જના જંગલમાં બીટ ગાર્ડ સહદેવ ગોહિલના કેમેરામાં સિંહની આ તસ્વીર એવી રીતે ક્લિક થઇ જાણે, તે સિંહ દિવસની ઉજવણીની તૈયારી પર નજર ન રાખતી હોય. ગિર પૂર્વના ડીસીએફ ડો. અંશુમાને પોતાના ટ્વીટ્ટર હેન્ડલ પર આ તસ્વીર શેર કરી હતી.