Post Views:
221
~ સંબંધ ~
સંબંધ…ના નામે , શૂન્ય…એક,
મૂળમાં…હોય , પ્રેરણા… છેક !
છબરડા વાળે ,આ મનેખ કેમ ?
મનમાં હોય ,એના કારણ અનેક !
ભક્તિ ના નામે , શ્રદ્ધા ને રહેમ,
યાદ હોય એમની, એ જ કહેણ !
‘શિલ્પી’ નું છે, જીવવું સહેજ,
પળમાં મૃત્યુ , પણ કામ અહેમ !
(કવિ) શ્રી પંકજ દરજી ‘શિલ્પી’