સુરત : મહિલા સશક્તિકરણ પખવાડિયા ઉજવણી-૨૦૨૦

સુરત : મહિલા સશક્તિકરણ પખવાડિયા ઉજવણી-૨૦૨૦
Spread the love
  • અભયમ મહિલા હેલ્પલાઇન મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસની વેબિનારના માધ્યમથી ઉજવણી.

મહિલા સશક્તિકરણ પખવાડિયાની રાજ્યવ્યાપી ઉજવણી અંતર્ગત અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન દ્વારા ‘મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસ’ની ઉજવણી વેબિનાર માધ્યમથી કરાઈ હતી. ઈ-માધ્યમથી સમગ્ર રાજ્યની અભયમ ટીમને તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં મહિલા સંરક્ષણ ગૃહના અધ્યક્ષ અને કોર્પોરેટર રૂપલબેન શાહ દ્વારા મહિલાઓએ વ્યક્તિગત અને જાહેર સ્વચ્છતાની તકેદારી રાખવા અંગેની જાણકારી અને માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું. કોવિડ-૧૯ દરમિયાન જરૂરિયાતમંદ મહિલાઓને માસ્ક વિતરણ, સેનિટરી પેડના વિતરણ વિષે વિગતો આપી હતી.

મેડિકલ કોલેજ, સુરતના એસોસિએટ પ્રોફેસર ડો.પારૂલ વડગામાએ મહિલાઓમાં એનિમિયાની ઉણપ, બ્રેસ્ટ કેન્સર, ગર્ભાશયના કેન્સર, ન્યુટ્રીશન, સલામત પ્રસુતિ, તરૂણીઓની માનસિક પરિસ્થિતિ વિષે વિગતે માર્ગદર્શન આપ્યું હતું. અભયમ હેલ્પલાઈનના ગુજરાત પ્રોજેક્ટ હેડશ્રી નરેન્દ્રસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ ડિજીટલ કાર્યક્રમનું સંચાલન પ્રોજેક્ટ કોઓર્ડીનેટર ફાલ્ગુનીબેન પટેલ, તુષાર બાવરવા અને ચંદ્રકાન્ત મકવાણાએ સુરત ટીમના સહયોગથી કર્યું હતું.

Screenshot_20200808_192105.jpg

Admin

Nazir Pandor

9909969099
Right Click Disabled!