જુના ઝાંઝરીયા ગામના ડેમને સારા વરસાદના કારણે નુકસાન , સમગ્ર ગામની ટીમ લાગી રીપેરીંગ માટે

બગસરા તાલુકામાં આવેલ જુના ઝાંઝરીયા ગામે સારો એવો વરસાદ થતાં ગામના ડેમને આગળના ભાગમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચેલ છે જે નુકસાનને પહોંચી વળવા જુના ઝાંઝરીયા ગામના સરપંચ વિપુલભાઈ કયાડા દ્વારા ગામમાં મીટીંગ કરી ગામ લોકોના સહયોગથી આ ડેમને રીપેરીંગ કરવાની કામગીરી ચાલુ કરેલ છે જેમાં સમગ્ર જુના ઝાંઝરીયા ગામના લોકો જોડાઈ આ ડેમ રીપેરીંગ કરવાની સરાહનીય કામગીરીમાં કરી લોકજાગૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડલ છે
રિપોર્ટ : ઈમ્તિયાઝ સૈયદ (બગસરા)