પંચમહાલ જિલ્લામાં વરસાદ ખેંચાતા ઘોગમ્બા તાલુકાના પાલ્લા ગામના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

જો હજુ વરસાદ નાં આવે તો ઘોગમ્બા તાલુકામાં પાણીના સન્કટનાં વાદળો ઘેરાય તેવી સ્થિતિ સર્જાય તેમ છે. સમગ્ર પંચમહાલ જિલ્લમાં વરસાદ ખેંચાતા ઘોગમ્બા તાલુકાના પાલ્લા ગામના ખેડૂતો તાહીમામ પોકારી ઉઠ્યા છે. અને ઓછા વરસાદને લઇ ખેડૂતો પરેશાન છે અને જિલ્લામાં આ વર્ષે ચોમાસાની સીઝનમાં પ્રથમ રાઉન્ડ માં મેઘરાજાએ હેત વરસાવ્યા બાદ બીજા રાઉન્ડમાં રીસામણા કરતાં ખેડૂતોનો મહામૂલો પાક નિષ્ફળતાની આરે છે. જયારે જિલ્લમાં જીવાદોરી સમાન ખેડૂતો એ બોરિંગમાંથી પાણી મેળવીને રોપણ ડાંગર નાં પાકને નુકસાની થી બચાવી શકાય એમ છે. એવામાં મધ્ય ગુજરાત વીજ કમ્પની પેટા વિભાગ ઘોગમ્બા ને લીધે પાક નિષ્ફળ જાય તેમાં રોડો બની રહી છે.
વધુમાં જાણવા મળતી માહિતી મુજબ પંચમહાલ જિલ્લાના પાલ્લા ગામમાં આવેલ ખેડૂત મકરાણી સમસુદીન હાજી અબુબકર પોતાની વેદના માં જણાવે છે કે : મારો ખેતર સર્વે નંબર : 255/2 માં બોરિંગ કરાવેલ હોય અને મેં તા. 22/11/2019 નાં રોજ વીજ જોડાણ માટે લોડ વધારવા માટે. વીજ અધિકારો ધ્વરા આપેલ અસેંટિમેંટ પ્રમાણે રૂપિયા પણ ભરીદીધેલ છે તેમ છતાં વારંવાર રજુઆત કરવા છતાં ઘોગમ્બા નાં વીજ અધિકારી ડે. એન્જીયર ધર્મના ધક્કા ખવડાવે છે. ખેડૂત :મકરાણી સમસુદીન. ખેતીમાં પાણીની જરૂર છે પણ પાક માટે જોઈએ તેટલું પાણી મળી રહ્યું નથી જેઠ અને અષાઢમહિનામાં પણ વરસાદ થયો નથી અને શ્રવણ માસ શરૂ હોવા છતાં જોઈએ એટલો વરસાદ થયો નથી. મેઘરાજા આમજ રીસામણા રહેશે તો ખેડૂતો પાયમાલ થઇ જશે અને દેવાના દાસ બની જાય તેમ છે એટલે અમે બેહાથ જોડી મેઘરાજા ને પ્રાર્થના કરીએ છીએ કે. હવે મન ભરીને વરસ અને ખેડૂતોનો મહામૂલ્ય પાક બચાવ.
એવામાં મારે અને મારાં આસ પાસ નાં ખેડૂતો જે મારાં બોરિંગ નાં પાણી પર નિર્ભર છે. (1)મકરાણી મુબારક અલી ઇસુબઅલી (2) મુમતાજ ઈબ્રાહીમ (3)વિધવા શહેનાઝબાનું શાનવાઝ (4)ઇર્સાદઅલી મુરાદમહમ્દ (5)રાઠવા નર્સિંગભાઈ ફુડાભાઈ અને (6)રાઠવા ખાલસા ચામડ નાં ખેડૂતોનું પણ રોપણ ડાંગરનો ઉભો પાક નિષ્ફળ જાવા ની આરે આવીને ઉભું છે. એવામાં મધ્ય ગુજરાત કંપની જ તેમનો એક માત્ર સહારો છે વારંવાર વીજ કમ્પની નાં અધિકારીઓ ને જાણ કરતાં છતાંય આંખ આડે કાન કરી દેતા હોય છે. એવા ખેડૂતો સરકાર પાસે પાક નુકસાની નાં વળતર ની માંગ કરી રહ્યા છે. વધુમાં ખેડૂતો ખેતીમાં જતા નુકસાન ને લઈ દેશનાં વિવિધ રાજ્યોમાં કિસાનો આત્મહત્યા નાં આરે આવે છે. એવામાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ પેટાવિભાગ ઘોગમ્બા નાં અધિકારીઓ ની આંખો ઉઘડતી નથી અંને અમારી સમસ્યા ને નજર અંદાજ કરી દેવામાં આવે છે.
વધુમાં પંચમહાલ જિલ્લામાં આ વર્ષે ઓછો વરસાદ વરસ્યો છે ત્યારે જગતના તાતની સ્થિતિ બેહાલ બનવા પામી છે પંચમહાલ જિલ્લના ઘોગમ્બા તાલુકાના પાલ્લા ગામના ખેડૂતો વરસાદ આધારિત ખેતી કરતાં તાલુકાઓના ખેડૂતો વરસાદ ને આવવાને લઈ ખેતના મહામુલા પાકને બચાવવા માટે હવાતિયાં મારી રહ્યા છે મોંઘા ભાવના બિયારણ તેમજ ખાતરનો ઉપયોગ કરી પ્રથમ વરસાદ બાદ ખેતર ખેડિયા બાદ કરવામાં આવેલ વાવેતર હાલ નિષ્ફળ જવાની આરે આવીને ઉભુ છે.
શું મધ્ય ગુજરાત વીજ કમની લિમિટેડ પેટા વિભાગ ઘોગમ્બા નાં અધિકારીઓ આ પાલ્લા ગામના ખેડૂતો નો હલ કરશે પછી કોઈ ખેડૂત આત્મહત્યા કરશે પછી…? એવામાં પાલ્લા ગામના ખેડૂતોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)